Ashish Vidyarthi Birthday : બોલિવૂડમાં વિલનના પાત્રને આશિષ વિદ્યાર્થીએ આપી ઓળખ, જાણો તેમના જન્મદિવસે ન સાંભળેલી ઘટનાઓ

આશિષ વિદ્યાર્થીએ (Ashish Vidyarthi) હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની ઓળખ બનાવી. આશિષ વિદ્યાર્થી એક સારા અભિનેતા હોવા ઉપરાંત મોટિવેશનલ સ્પીકર પણ છે.

Ashish Vidyarthi Birthday : બોલિવૂડમાં વિલનના પાત્રને આશિષ વિદ્યાર્થીએ આપી ઓળખ, જાણો તેમના જન્મદિવસે ન સાંભળેલી ઘટનાઓ
Ashish Vidyarthi Birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:43 AM

Ashish Vidyarthi Birthday : બોલિવૂડ એક્ટર આશિષ વિદ્યાર્થી આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ 19 જૂન, 1962ના રોજ થયો હતો. તેણે માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું ન હતું પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેતા આશિષ વિદ્યાર્થીએ (Ashish Vidyarthi) મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે આશિષ વિદ્યાર્થી એક સારા એક્ટર હોવા ઉપરાંત એક મોટિવેશનલ સ્પીકર પણ છે. આશિષ હજુ પણ ફિલ્મોમાં સતત એક્ટિવ છે. તે છેલ્લે ફિલ્મ ‘કૌન પ્રવીણ તાંબે’માં જોવા મળ્યો હતો. તેમની કારકિર્દીમાં, આશિષ વિદ્યાર્થીએ લગભગ તમામ ભાષાઓ સહિત 234થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ કેરળમાં થયો હતો

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ કેરળના કુન્નુરમાં થયો હતો. તેમના પિતા ગોવિંદ વિદ્યાર્થી મલયાલી કલાકાર છે અને તેમની માતા રબી પ્રખ્યાત કથક નૃત્યાંગના હતી. અભિનેતાએ તેમનો પ્રારંભિક અભ્યાસ કેરળના કુન્નુરથી કર્યો હતો. પરંતુ વર્ષ 1969માં તેઓ દિલ્હી આવ્યા અને ત્યાંથી આશિષ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ અભિનેતાની ફિલ્મી કારકિર્દી થિયેટરથી શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે એક સમયે આ અભિનેતાએ દિલ્હીમાં ઘણું નામ કમાયું હતું. આશિષ વિદ્યાર્થીએ બંગાળી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી બરુઆ સાથે લગ્ન કર્યા હતા.

કન્નડ ફિલ્મોમાં અભિનયની શરૂઆત

આશિષ વિદ્યાર્થીએ તેની સિને કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ‘આનંદ’થી કરી હતી. વર્ષ 1991માં તેને ફિલ્મ ‘કાલ સંધ્યા’થી બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ પછી અભિનેતા આશિષ વિદ્યાર્થીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી આશિષ વિદ્યાર્થીએ ‘1942: અ લવ સ્ટોરી’, ‘સરદાર’, ‘બિચ્ચુ’, ‘દ્રોખલા’, ‘બરફી’ અને બાઝી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમની ફિલ્મ ‘દ્રોખલા’ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વિલનના પાત્રે એક ખાસ ઓળખ બનાવી

અભિનેતા આશિષ વિદ્યાર્થીને વિલનના પાત્ર માટે દરેક વ્યક્તિ જાણે છે. તેમના વિલનના પાત્રે આશિષની એક અલગ ઓળખ ઊભી કરી હતી. આ અભિનેતા બોલિવૂડના શ્રેષ્ઠ વિલનની યાદીમાં સામેલ છે. તેનું નેગેટિવ કેરેક્ટર લોકોને ખૂબ પસંદ આવ્યું.

શુટિંગ દરમિયાન ખરેખર ડૂબવા લાગ્યા

એકવાર છત્તીસગઢમાં આશિષ વિદ્યાર્થી તેની ફિલ્મ ‘બોલીવુડ ડાયરીઝ’નું શૂટિંગ કરી રહ્યો હતો. તેનું શૂટિંગ મહમરા અનિકટ પાસે ચાલી રહ્યું હતું, જ્યાં તેને પાણીમાં ઉતરવું પડ્યું. આ દરમિયાન આશિષ એટલો ઊંડા પાણીમાં ગયો કે તે ખરેખર ડૂબવા લાગ્યો. ત્યાં હાજર લોકોએ તેને ડૂબતો જોયો, પરંતુ તેમને લાગ્યું કે આ ફિલ્મનો કોઈ સીન છે. આખરે પોલીસે આવીને તેનો જીવ બચાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">