AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર એક રંગ પર આટલો બધો વિવાદ ! કોલકાતાના કોન્સર્ટ વચ્ચે ‘ગેરૂઆ કોન્ટ્રોવર્સી’ પર અરિજીત સિંહે તોડ્યું મૌન

કોલકાતા કોન્સર્ટ દરમિયાન ગેરુઆ વિવાદ પર અરિજીત સિંહે પોતાનું છે. વાસ્તવમાં નવા વર્ષ નિમિત્તે તેમનો કાર્યક્રમ કોલકાતાના ઈકો પાર્કમાં યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો હતો. હવે સિંગરે આ અંગે ખુલીને વાત કરી છે.

માત્ર એક રંગ પર આટલો બધો વિવાદ ! કોલકાતાના કોન્સર્ટ વચ્ચે 'ગેરૂઆ કોન્ટ્રોવર્સી' પર અરિજીત સિંહે તોડ્યું મૌન
'ગેરૂઆ કોન્ટ્રોવર્સી' પર અરિજીત સિંહે કર્યો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:36 PM
Share

બોલિવૂડના ફેમસ પ્લેબેક સિંગર અરિજીત સિંહ આ દિવસોમાં રંગ વિવાદને કારણે ચર્ચામાં છે. હકીકતમાં જ્યારથી તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલવાલે’નું ગીત ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગાયું છે, ત્યારથી તે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. નવા વર્ષ નિમિત્તે કોલકાતાના ઈકો પાર્કમાં પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહનો એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ કોઈ કારણસર તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જે બાદ 18 ફેબ્રુઆરી શનિવારના રોજ કોલકાતામાં આયોજિત કોન્સર્ટમાં પહેલીવાર તેણે આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો : શાહરુખ ખાને ઈવેન્ટમાં ગાયું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સોન્ગ, આપ્યો સિગ્નેચર પોઝ, જુઓ Viral Video

ભગવા વિવાદ પર પોતાના મનની વાત કરતા અરિજિત સિંહે કોલકાતામાં એક કોન્સર્ટમાં કહ્યું કે, રંગ વિવાદે તેમને ખૂબ પરેશાન કર્યા છે. આ સિવાય તેણે કહ્યું કે, માત્ર એક રંગ પર આટલો બધો વિવાદ છે. કેસરી રંગ સ્વામી વિવેકાનંદના તપસ્વીઓનો છે. વધુમાં, તેણે પ્રશ્ન કર્યો કે જો તેણે સફેદ રંગ પર ગીત ગાયું હોત તો શું સફેદ રંગને લઈને કોઈ વિવાદ થયો હોત?

કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગાયું હતું ગેરુઆ

જણાવી દઈએ કે, બોલિવૂડનું આ પ્રખ્યાત ગીત અરિજીત સિંહે કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ગાયું હતું. જે બાદ ભગવા રંગને લઈને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું હતું. અરિજીત સિંહ નવા વર્ષ નિમિત્તે કોલકાતાના ઈકો પાર્કમાં એક કાર્યક્રમ કરવાના હતા પરંતુ કોઈ કારણોસર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ મામલો રાજકીય વળાંક પણ લઈ ગયો હતો.

આ રદ કરાયેલા કાર્યક્રમને કેટલીક સંસ્થાઓએ ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગીત સાથે જોડ્યો હતો. તેણે કહ્યું કે ગાયક અરિજીત સિંહને ગેરુઆ ગીત ગાવાની કિંમત ચૂકવવી પડી છે. એવું માનવામાં આવતું હતું કે તેની કોન્સર્ટ આ કારણોસર રદ કરવામાં આવી હતી.

અરિજીતના નિવેદન પર ટીએમસી ધારાસભ્યનો જવાબ

અરિજિત સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા TMC MLA તાપસ રોયે કહ્યું કે, ભગવો આપણા ત્રિરંગાનો એક ભાગ છે. કેસરી રંગ પર કોઈ વિવાદ નહોતો. ભાજપ હંમેશા દરેક મુદ્દા પર રાજનીતિ કરવાનો પ્રયાસ કરે છે. આ ગીત સિવાય, દીપિકા પાદુકોણની કેસરી બિકીનીને લઈને પઠાણમાં ઘણો હંગામો થયો હતો. જે બાદ ફિલ્મના ગીત બેશરમ રંગમાંથી અભિનેત્રીના કેટલાક સીન પણ કાપવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">