Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાને ઈવેન્ટમાં ગાયું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સોન્ગ, આપ્યો સિગ્નેચર પોઝ, જુઓ Viral Video

પઠાનની ચર્ચા વચ્ચે શાહરુખ ખાને (Shah Rukh Khan) એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેને તેની સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું ગીત ગાયું હતું અને પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો.

શાહરુખ ખાને ઈવેન્ટમાં ગાયું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સોન્ગ, આપ્યો સિગ્નેચર પોઝ, જુઓ Viral Video
Shah Rukh KhanImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 5:43 PM

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખ ખાન લગભગ ચાર વર્ષ બાદ પઠાણ ફિલ્મ પઠાનથી કમબેક કરી રહ્યો છે અને ફિલ્મને લઈને દર્શકોમાં વધુ એક્સાઈટમેન્ટ જોવા મળે છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ પહેલા ફિલ્મના ગીતો પણ હિટ થયા હતા. પઠાનની ચર્ચા વચ્ચે શાહરુખે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં શાહરુખે તેની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ગીત ગાયું હતું અને પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો. ‘કિંગ ખાન’નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શાહરૂખ ખાનનો રોમેન્ટિક અંદાજ

પોતાના સુપરહિટ રોમેન્ટિક અંદાજ માટે શાહરૂખ ખાન જાણીતો છે. શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાંથી એક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ છે. શાહરૂખ ખાને ગ્રેટર નોઈડામાં એક કાર કંપનીના ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે કારની સામે પોતાનો સિગ્નેચર પોઝ આપ્યો હતો અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ગીત પણ ગાયું હતું. આ પછી શાહરૂખ હસ્યો અને કહ્યું- ‘મને લાગે છે કે તે ખૂબ જ રોમેન્ટિક છે.’

Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?

અહીં જુઓ વાયરલ વીડિયો

ફેન્સ વરસાવી રહ્યા થે પ્રેમ

ફેન્સને શાહરૂખ ખાનની આ રોમેન્ટિક અંદાજ ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયોમાં શાહરૂખ ખાન વ્હાઈટ શર્ટ અને બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તે બ્લેક ગોગલ્સમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કેટલાક ફેન્સે તો શાહરૂખને ફરી એકવાર રોમેન્ટિક ફિલ્મમાં જોવા માટે રિક્વેસ્ટ પણ કરી છે.

શાહરૂખે કરી છે ત્રણ ફિલ્મોની જાહેરાત

શાહરૂખ ખાન ફિલ્મ પઠાનથી કમબેક કરી રહ્યો છે. પઠાન 25 જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાને રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ ડંકીની ઓફિશિયલ જાહેરાત પણ કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જોડી તાપસી પન્નુ સાથે છે. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ બે ફિલ્મો સિવાય શાહરૂખ નિર્દેશક એટલીની સાથે ફિલ્મ જવાનમાં પણ જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. શાહરૂખ ખાનની જવાન 2 જૂન, 2023ના રોજ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">