સોનુ સૂદે 2 વર્ષ પહેલા અમૃતપાલની કરી હતી મદદ, હવે કરાટે ચેમ્પિયને કર્યું મોટું કામ

એક્ટર સોનુ સૂદે (Sonu Sood) 2 વર્ષ પહેલા અમૃતપાલની મદદ કરી હતી. હાલમાં કરાટે ચેમ્પિયન અમૃતપાલે ગોલ્ડ મેડલ જીતીને સોનુ સૂદને સમર્પિત કર્યો છે. સોનુએ 2 વર્ષ પહેલા આ છોકરીના ઓપરેશન માટે મદદ કરી હતી.

સોનુ સૂદે 2 વર્ષ પહેલા અમૃતપાલની કરી હતી મદદ, હવે કરાટે ચેમ્પિયને કર્યું મોટું કામ
Sonu Sood
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 03, 2022 | 3:50 PM

એક્ટર સોનુ સૂદ (Sonu Sood) ફિલ્મો સિવાય તેની ઉદારતા માટે પણ જાણીતો છે. કોરોના મહામારીની પહેલી લહેરથી અત્યાર સુધીમાં તેણે મોટી સંખ્યામાં લોકોની મદદ કરી છે. તેની મદદથી ઘણા લોકોનું જીવન બદલાય ગયું છે અને ઘણા લોકોના સપના પણ પૂરા થયા. સોનુ દ્વારા કરવામાં આવેલી આ મદદ માટે લોકો તેમની સ્ટાઈલથી આભાર માનવાની પણ કોશિશ કરે છે. હાલમાં કરાટે ચેમ્પિયન અમૃતપાલે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને સોનુ સૂદને સમર્પિત કર્યો છે. સોનુએ 2 વર્ષ પહેલા આ છોકરીના ઓપરેશન માટે મદદ કરી હતી. ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયન (ALL INDIA KARATE CHAMPIONSHIP 2022) અમૃતપાલે વિરોધીઓને એક પણ સ્કોર આપ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો અને ટૂંક સમયમાં બર્મિંગહામમાં થવા વાળી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

અમૃતપાલ મેડલ જીતવાથી સોનુ પણ ઘણો ખુશ છે. તેણે અમૃતપાલની સર્જરી પહેલા અને પછીની તસવીરો શેર કરતા લખ્યું, જ્યારે તમે બીજાના જીવનમાં પોતાના દ્વારા જે સકારાત્મક અસર કરી છે તે જુઓ છો, ત્યારે તે તમારા જીવનને વધુ સાર્થક બનાવે છે. હું અમૃતપાલને 2 વર્ષ પહેલા મળ્યો હતો જ્યારે તેને ઘૂંટણની સર્જરીની જરૂર હતી. તેણે મોટા સપના જોયા પણ પરિસ્થિતી તેની વિરુદ્ધ થઈ ગઈ હતી. તેને ત્યાં પહોંચવામાં મદદ કરવી એ મારા જીવનનું સૌથી મોટું એક સન્માન છે અને આજે તેના હાથમાં આ મેડલ જોઈને આ સન્માન વધુ મૂલ્યવાન બને છે.

કરાટે ચેમ્પિયને સમર્પિત કર્યું મેડલ

તેણે આગળ લખ્યું, ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયન અમૃતપાલે વિરોધીઓને એક પણ સ્કોર આપ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો અને ટૂંક સમયમાં બર્મિંગહામમાં થનાર રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે તે આપણા બધાની સાથે સમગ્ર દેશને ગૌરવ અપાવશે. આ મુલાકાત બાદ અમૃતપાલે એક પોસ્ટ દ્વારા એક્ટરનો આભાર માન્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ‘2 વર્ષ પહેલા મારી મદદવાળા સેવિયર સોનુ સર સાથે મુલાકાત થઈ હતી. ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશિપનું આ ગોલ્ડ મેડલ તમને સમર્પિત કરું છું સર. મારી માટે ઊભા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી મદદ વિના આ શક્ય ન બન્યું હોત.’

આ પણ વાંચો

આ ફિલ્મમાં મળશે જોવા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સોનુ નાના પડદા પર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. અત્યારે તે એમટીવી રોડીઝ હોસ્ટ કરી રહ્યો છે. આ વર્ષે 8 એપ્રિલથી આ શો ઓન એર થયો હતો. આ સિવાય મોટા પડદાની વાત કરીએ તો હાલમાં જ તે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં જોવા મળ્યો હતો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોનુએ ચંદબરદાઈની ભૂમિકા ભજવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati