AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema Malini On Mumbai Roads : જાણો શા માટે હેમા માલિનીએ કહ્યું ‘ઘરથી બાહર જતા ડરૂ છું’

બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિની(Hema Malini)એ એક મીડિયા સાથેની વાતચીતમાં મુંબઈની આ સમસ્યા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 'ઘરથી બાહર જતા ડરૂ છું'

Hema Malini On Mumbai Roads : જાણો શા માટે હેમા માલિનીએ કહ્યું 'ઘરથી બાહર જતા ડરૂ છું'
Hema MaliniImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 1:02 PM
Share

દેશમાં ચોમાસાની સીઝન જામી છે ત્યારે હાલ મુંબઈમાં ભારે વરસાદ (Heavy Rain in Mumbai) પડી રહ્યો છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. હંમેશા વરસાદના સમયે મુંબઈની આ જ સ્થિતિ રહે છે. જેના કારણે ન તો રસ્તો દેખાય છે અને ન તો રસ્તા પરના ખાડા, ત્યારે કંઈક એવું જ થયું છે બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિની સાથે, હેમા માલિની (Hema Malini)એ મુંબઈ ટ્રાફિક અને રસ્તામાં પડેલા ખાડાઓને લઈ નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈમાં એક જગ્યાએથી બીજા સ્થળે જઈ રહેલી હેમા માલિનીને બે કલાક લાગ્યા હતા. તે મારી રોડ સ્થિત ઘર પર જઈ રહી હતી. તેને ટ્રાફિકના કારણે ઘરે પહોંચવામાં ઘણો સમય લાગી ગયો.

મુંબઈ ટ્રાફિક પોલીસ અને રસ્તાના ખાડાઓ પર નારાજગી વ્યક્ત કરી

મુંબઈમાં અવિરત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે ભારે ટ્રાફિક પણ છે. આવી સ્થિતિમાં જ્યારે હેમા માલિની કામ પરથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેમને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. હેમા માલિનીએ આ માટે ટ્રાફિક પોલીસ સામે વાંધો ઉઠાવ્યો હતો. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં હેમા માલિનીએ મુંબઈ ટ્રાફિક પોલીસ અને તેમની સુવિધાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

ઈ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં હેમા માલિનીએ કહ્યું, ‘હું કલ્પના પણ નથી કરી શકતી કે આ ખાડાવાળા રસ્તાઓ પર ગર્ભવતી મહિલા કેવી રીતે મુસાફરી કરશે. એક મુંબઈકર હોવાના નાતે હું આ વાંધો ઉઠાવું છું. પોલીસનું કામ દરેક સમયે ટ્રાફિકને નિયંત્રિત કરવાનું છે. સાથોસાથ રસ્તે ચાલતા લોકોને ગાઈડ કરવા. આજે મને મારા જીવનનો પહેલો અનુભવ થયો. મીરા રોડથી મારા જુહુવાળા ઘરે પહોંચવામાં મને બે કલાક લાગ્યા.

દિલ્હી અને મથુરામાં સ્થિતિ પહેલા કરતા સારી

હેમા માલિનીએ વાતચીતમાં આગળ કહ્યું કે, ‘જ્યારે પણ હું ઘરની બહાર નીકળવાનું વિચારું છું ત્યારે મને ડર લાગે છે કારણ કે ત્યાં ખૂબ ટ્રાફિક છે. મુંબઈની જેમ દિલ્હી અને મથુરામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ ત્યાં પણ સ્થિતિ પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. ધીમે ધીમે વસ્તુઓ સ્ટ્રીમલાઈન થઈ રહી છે. આજના સમયમાં આ રોડ પરનો ટ્રાફિક જોવો. મને યાદ છે કે જ્યારે હું પહેલા આ માર્ગ પર મુસાફરી કરતી હતી. મુંબઈ શું હતું અને શું થયું છે.

g clip-path="url(#clip0_868_265)">