AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ તારીખે રિલીઝ થશે! શાહરૂખ ખાનની ફિલ્મ સાથે થશે ટક્કર

Pushpa 2 Release Date: અલ્લુ અર્જુનની પુષ્પા 2ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટની ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ટકરાઈ શકે છે.

Pushpa 2: અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ તારીખે રિલીઝ થશે! શાહરૂખ ખાનની ફિલ્મ સાથે થશે ટક્કર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 4:46 PM
Share

વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ એવો ધમાકો મચાવ્યો હતો કે ત્યારથી બધા આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. સત્તાવાર રીતે પુષ્પા 2 ની પણ જાહેરાત કરવામાં આવી છે. થોડા સમય પહેલા નિર્માતાઓએ પુષ્પા 2નો ટીઝર વીડિયો અને અલ્લુ અર્જુનનું પોસ્ટર રીલીઝ કર્યું હતું, જેણે ચાહકોના ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો. ટીઝર અને પોસ્ટર સામે આવ્યા પછી, ચાહકો આ ફિલ્મ માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પુષ્પા 2 ક્યારે જોવા મળશે.

આ પણ વાંચો : Nitesh Pandey Death News : ‘અનુપમા’ ફેમ એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન, અનેક ટીવી સિરીયલ અને ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ

પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે?

જોકે સત્તાવાર રીતે પુષ્પા 2 ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ 22 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં આવી શકે છે.

અત્યાર સુધી, મેકર્સ દ્વારા રિલીઝ ડેટ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ જો આવું થાય છે તો પુષ્પા 2 શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સાથે ટક્કર કરતી જોવા મળી શકે છે. ડંકીનું નિર્દેશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાની કરી રહ્યા છે. આ ફિલ્મ પણ ડિસેમ્બરમાં જ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ શાહરૂખ ખાન સાથે જોવા મળશે.

આ પણ વાંચો : Vaibhavi Upadhyaya Died : ટીવી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં મોત, જુઓ PHOTO

રણવીર સિંહ પુષ્પા 2 માં જોવા મળશે

પુષ્પા 2 વિશે એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પણ જોવા મળી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તે ફિલ્મમાં પોલીસકર્મીના રોલમાં દેખાઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

પુષ્પા રહી હતી સુપરહિટ

પુષ્પા ધ રાઈઝ એટલે કે તેનો પહેલો પાર્ટ માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ હિન્દીમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે માત્ર હિન્દીમાં 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે પુષ્પા ધ રૂલને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં પણ અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. આ સિવાય ફહદ ફાસિલ, અનાસુયા અને સુનીલ જેવા કલાકારો જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">