Pushpa 2 OTT Release : ઓટીટી પર રિલીઝ થઈ પુષ્પા 2 , જાણો ક્યાં જોઈ શકશો અલ્લુ અર્જુનની ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ફાઈનલી ઓટીટી પર હિન્દી ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મને ક્યા પ્લેટફોર્મ પર ઘરે બેસીને જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે પુષ્પા 2 એ 2021ની બ્લોકબસ્ટર પુષ્પાની સિક્વલ છે. જેને કરોડો રુપિયાની કમાણી કરી છે.

પુષ્પા 2 હવે ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે. શરુઆતમાં તેલુગુ, તમિલ અને મલયાલમ સહિત ભાષામાં આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ હિન્દી ચાહકો ખુબ નિરાશ થયા હતા. કારણ કે, હિન્દી ભાષામાં પુષ્પા 2 ઓટીટી પર રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ ફિલ્મની હિન્દી ભાષામાં વધુ ડિમાંડને જોઈ નિર્મતાઓએ હવે હિન્દી ભાષામાં પણ પુષ્પા 2ને રિલીઝ કરી દીધી છે. 30 જાન્યુઆરીના રોજ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવી છે.
નેટફ્લિક્સ ઇન્ડિયાએ જાહેરાત કરી
નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું, ” યહ આગ અબ ઝિંદા હૈ, નેટફ્લિક્સ પર 23 મિનિટ વધુ સાથે ‘પુષ્પા 2’ રીલોડેડ વર્ઝન જુઓ, જે હવે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમમાં ઉપલબ્ધ છે! કન્નડમાં ટૂંક સમયમાં આ ફિલ્મ આવી રહી છે.સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું નેટફ્લિકસે આપણને હિન્દી ડબની સાથે સરપ્રાઈઝ આપી છે.
View this post on Instagram
પુષ્પા 2 સ્ટાર કાસ્ટ
પુષ્પા 2 ધ રુલમાં અલ્લુ અર્જુન સિવાય રશ્મિકા મંદાના , ફહદ ફાઝિલ, રાવ રમેશ, જગપતિ બાબુ, અનસુયા ભારદ્વાજ અને સુનીલ સહિત અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. માઈથ્રી મુવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નુર્દેશન સુકુમારે કર્યું છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 1232 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
બોક્સ ઓફિસ પર ઐતિહાસિક કમાણી કરનાર ‘પુષ્પા 2’ OTT પર રિલીઝ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ એક્શન ડ્રામાનું રીલોડેડ વર્ઝન OTT પર સ્ટ્રીમ કરવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે ફિલ્મમાં 23 મિનિટનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ચાહકોને OTT પર ફિલ્મના સંપૂર્ણ 3 કલાક 44 મિનિટ જોવા મળશે. આ ફિલ્મે સાઉથથી લઈ બોલિવુડ સુધી અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ફિલ્મની કમાણીની વાત કરીએ તો પુષ્પા 2 એ તેની રિલીઝના 56 દિવસમાં 1232.94 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 એ 2021ની બ્લોકબસ્ટર પુષ્પાની સિક્વલ છે.