અક્ષય કુમારની ફિલ્મનો ધમાકો, 2 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ અને કૃતિ સેનનની ફિલ્મ બચ્ચન પાંડે શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝને 2 દિવસ થયા છે અને 2 દિવસમાં ફિલ્મે શાનદાર કમાણી કરી લીધી છે.

અક્ષય કુમારની ફિલ્મનો ધમાકો, 2 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
bachchan pandey
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 20, 2022 | 4:26 PM

અક્ષય કુમાર (Akshay Kumar), કૃતિ સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Paandey) શુક્રવારે એટલે કે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી. કારણ કે અક્ષયે તેમાં વિલનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મે પહેલા દિવસે 12 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ બીજા દિવસે પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે બીજા દિવસે 11 કરોડની કમાણી કરી લીધી છે. તો આ હિસાબે ફિલ્મે 2 દિવસમાં 23 કરોડની કમાણી કરી લીધી છે. જો રવિવાર બાકી છે તો ફિલ્મ હજુ વધુ કમાણી કરી શકે છે.

અક્ષયની આ બીજી ફિલ્મ છે જેણે કોવિડ દરમિયાન વધુ કમાણી કરી છે. આ લિસ્ટમાં અક્ષયની પહેલી ફિલ્મ સૂર્યવંશી છે. જે ગયા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 26 કરોડ 29 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પહેલાથી જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે, પરંતુ અક્ષય કુમારની ફિલ્મે ત્યાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાશ્મીર ફાઇલ્સનું જબરદસ્ત કલેક્શન ચાલુ હોવા છતાં, અક્ષય કુમારની સ્ટાર પાવર તેનો કમાલ બતાવશે. બચ્ચન પાંડે અને ધ કાશ્મીર ફાઈલ્સને કારણે આ મહિને બીજી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી.

બચ્ચન પાંડેની વાર્તા

બચ્ચન પાંડેની વાત કરીએ તો અક્ષય આમાં ગેંગસ્ટરનો રોલ કરી રહ્યો છે. જેકલીન તેના પ્રેમ માટે એક ફિલ્મ બનાવવા માંગે છે. બચ્ચન પાંડે કૃતિની ફિલ્મ માટે અભિનેતા બન્યા. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે અને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કર્યું છે.

સાજિદ સાથે કામ કરવા અંગે અક્ષયે કહ્યું હતું કે, સાજિદ સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. હુ અભિનેતા અને તેઓ નિર્માતા બન્યા તે પહેલા અમે સારા મિત્રો હતા અને તમે કલ્પના કરી શકો છો કે મિત્રો સાથે કામ કરવામાં કેટલી મજા આવે છે. બચ્ચન પાંડે મારી સાજીદ સાથેની 10મી ફિલ્મ છે અને દર્શકોને તે ખૂબ જ પસંદ આવશે.

આ ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન, થ્રિલ અને મસાલા છે.

આ પણ વાંચો: Bollywood News: પૂજા હેગડેએ કબૂલ્યું કે રાધેશ્યામ બની ગઈ ફ્લોપ, કહ્યું- દરેક ફિલ્મનું હોય છે નસીબ

આ પણ વાંચો: Bollywood News: વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને રડી પડ્યા દર્શકો, વીડિયો થયો વાઈરલ


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati