Alia Bhatt Video: સોની રાઝદાને શેર કર્યો આલિયા ભટ્ટનો વીડિયો, મંડીમાં જેવી માતા તેવી ગંગુબાઈમાં જોવા મળી આલિયા, જુઓ વીડિયો
આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની માતા સાથે ફિલ્મોમાં જોવા મળી છે. આલિયા અને સોની રાઝદાન બોલિવૂડની એક શાનદાર ફિલ્મ 'રાઝી'માં સાથે જોવા મળ્યા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલમાં ઘણી ચર્ચામાં છે. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને (Soni razdan) સોશિયલ મીડિયા પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની અને તેની પુત્રીની ફિલ્મોની કેટલીક ઝલક છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં આલિયા ભટ્ટ અને સોની રાઝદાનની સરખામણી કરવામાં આવી છે, જેમાં બંને એકબીજાની કોપી કરતા જોવા મળે છે. સોની રાઝદાને આ વીડિયો શેર કરતી વખતે કેપ્શન પણ લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું – તે પોતે પણ આ જોઈને હેરાન થઈ છે. સોની રાઝદાનનો આ વીડિયો ફિલ્મ ‘મંડી’નો છે.
એકબીજાની કોપી લાગી રહ્યા છે બંને
સોની રાઝદાને આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો એક ફેન્સ દ્વારા એડિટ કરવામાં આવ્યો છે. તેને ખૂબસૂરતી સાથે એડિટ કરવામાં આવ્યો છે તે વીડિયોને જોઈને સોની રાઝદાન પણ હેરાન છે. વીડિયોમાં આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મની ઘણી ઝલક છે. આ સાથે કેટલીક આવી જ ઝલક સોની રાઝદાનની ફિલ્મોની પણ જોવા મળે છે. ઘણી જગ્યાએ બંને એક જેવા જ પોઝની સાથે સાથે કપડાં અને લુક્સમાં જોવા મળી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ‘મેરી જાન’ ગીત સંભળાઈ રહ્યું છે. જુઓ આ વિડિયો…
View this post on Instagram
વીડિયો જોઈને હેરાન છે સોની રાઝદાન
સોની રાઝદાને આ વીડિયો શેર કરતી વખતે લખ્યું છે કે, ‘મારે કહેવું પડશે કે હું આ શાનદાર એડિટ જોઈને હું હેરાન છું. આ એડિટ માટે સમય આપવા બદલ ધન્યવાદ.’ સોની રાઝદાનની સાથે સાથે આ વીડિયો પર એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ કોમેન્ટ કરી છે. પરંતુ તેણે અહીં કંઈ લખવાને બદલે હાર્ટ ઈમોજી શેર કરીને તેના પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.
માતા સાથે આ ફિલ્મમાં જોવા મળી છે આલિયા
આલિયા ભટ્ટ પણ તેની માતા સાથે પણ ફિલ્મોમાં જોવા મળી છે. આલિયા અને સોની રાઝદાન બોલિવૂડની એક શાનદાર ફિલ્મ ‘રાઝી’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સોની આલિયાની માતાના રોલમાં જોવા મળી હતી, જેમાં તે દેશ માટે પોતાની તે દીકરીને ખુશી ખુશી પડોશી દેશમાં મોકલી દે છે.