કપિલ શર્માના બે શબ્દો, જેણે બદલી નાખી રણબીર કપૂરની બહેનની જિંદગી
રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર કપિલ શર્માનો નવો શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સામેલ થનારા પહેલા મહેમાન હતા. આ શોમાં કપિલે કહ્યું કે કરીના અને કરિશ્માની જેમ જલ્દી જ અન્ય એક કપૂર પરિવારની બીજી દીકરી પણ બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ કપૂર પરિવારની દીકરીના ડેબ્યૂમાં કપિલનો મોટો હાથ છે.
ઋષિ કપૂર અને નીતુ કપૂરની મોટી દીકરી રિદ્ધિમા કપૂરે તેના ભાઈ-બહેન સુપરસ્ટાર હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. આ જ કારણ છે કે દિલ્હીના ફેમસ બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા બાદ તે નાની ઉંમરમાં જ દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ હવે 44 વર્ષની ઉંમરે રિદ્ધિમા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી રિયાલિટી સીરિઝ ‘ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવુડ વાઈવ્સ’માં જોવા મળશે. ભાઈ રણબીર કપૂર અને માતા નીતુ કપૂર સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ભાગ લેનાર રિદ્ધિમા કપૂરે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે કપિલના કારણે જ તેને આ બોલીવુડ પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યો હતો.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ઓડિયન્સ સામે રિદ્ધિમાના બોલિવુડ ડેબ્યૂની જાહેરાત કરતી વખતે કપિલે કહ્યું, ‘રિદ્ધિમા બોલિવુડની વાઈવ્સ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જો કે, તમે બધા જાણો છો કે ટેલેન્ટ તો કપૂર પરિવારના લોહીમાં છે. જેમ આપણે આપણું બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, અને તે કાં તો ‘A’ પોઝિટિવ આવે છે અથવા ‘B’ પોઝિટિવ આવે છે, તેવી જ રીતે તેમનું બ્લડ ટેસ્ટ એક્ટિંગ પોઝિટિવ આવે છે.” આ દરમિયાન કપિલે રિદ્ધિમાને પૂછ્યું કે તમે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે આટલો સમય કેમ લીધો?
કપિલને કારણે મળ્યો શો?
કપિલના સવાલનો જવાબ આપતા રિદ્ધિમાએ કહ્યું, “ખરેખર, મારું ડેબ્યૂ તો 42 વર્ષની ઉંમરે થઈ ગયું હતું. જ્યારે હું તમારા શોમાં આવી હતી, ત્યારે તમે મને ‘તિખી મિર્ચી’ કહીને બોલાવી હતી. આ નામ સાંભળીને જ મને આ ઓફર મળી. કારણ કે તેમને તેમના શોમાં મિર્ચમસાલા પણ જોઈતા હતા અને તેણે તમારા મુખમાંથી મારી પ્રશંસા સાંભળી. ટૂંક સમયમાં તમે મને આ ફન શોમાં જોવાના છો. પરંતુ હું આનો સંપૂર્ણ શ્રેય તમને કપિલ જીને આપવા માંગુ છું. નીતુ કપૂરે પણ રિદ્ધિમાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે કપિલે જ રિદ્ધિમાનું ટેલેન્ટ ડિસ્કવર કરી નાખ્યું.
આ પણ વાંચો: એપ્રિલમાં OTT પર રિલીઝ થશે આ વેબ સિરીઝ અને મૂવીઝ, જોવાનું ન કરો મિસ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો