આમિર ખાને લીધી લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાની જવાબદારી, છોડી એક્ટિંગ ફી !

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ છે. 180 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 20 દિવસમાં 60 કરોડનું કલેક્શન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ ન ચાલવાને કારણે થયેલા નુકસાનની જવાબદારી લેવા માટે આમીર ખાન (Aamir Khan) આગળ આવ્યો છે. તેને પોતાની ફી છોડી દીધી છે. હવે પ્રોડ્યુસરને નોમિનલ પૈસાનું નુકસાન થશે.

આમિર ખાને લીધી લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાની જવાબદારી, છોડી એક્ટિંગ ફી !
Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 3:01 PM

આમિર ખાન (Aamir Khan) ચાર વર્ષ પછી લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) તરીકે સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તમામ આશાઓ તોડીને આમિર ખાનની આ ફિલ્મ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મની આ સ્થિતિ થશે, કોઈએ સપનામાં પણ કલ્પના કરી ન હતી. પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું. હવે વાત કરીએ કે ફિલ્મ ન ચાલવાને કારણે થયેલા નુકસાનનું શું થશે?

આમિર ખાનનો મોટો નિર્ણય

બોલિવૂડ હંગામાએ પોતાના રિપોર્ટમાં લાલ સિંહ ચઢ્ઢાને લઈને મોટું અપડેટ આપ્યું છે. રિપોર્ટ મુજબ ફિલ્મ ન ચાલવાને કારણે થયેલા નુકસાનની જવાબદારી લેવા માટે આમિર ખાન આગળ આવ્યો છે. તેને પોતાની ફી છોડી દીધી છે. આમિર ખાને નિર્ણય લીધો છે કે તે લાલ સિંહ ચઢ્ઢા માટે તેની એક્ટિંગ ફી નહીં લે. આમ કરવાથી તેઓ પ્રોડ્યુસરને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો આમિર તેની ફી લેશે તો વાયાકોમ 18 સ્ટુડિયોને લગભગ 100 કરોડનું નુકસાન થશે. આવી પરિસ્થિતિમાં આમિરે આગળ આવીને તે નુકસાન પોતે ઉઠાવવાનું નક્કી કર્યું છે. હવે પ્રોડ્યુસરને નોમિનલ પૈસાનું નુકસાન થશે.

આમિરે પોતે જ ભોગવ્યું નુકસાન, પ્રોડ્યુસર્સને આપી રાહત!

આમિર ખાને ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. તે ઇચ્છતો નથી કે તેના સિવાય બીજા કોઈને તેનો ભોગ બનવું પડે. સૂત્રએ જણાવ્યું કે આમિરે આ ફિલ્મ માટે 4 વર્ષ આપ્યા હતા. પરંતુ આ ફિલ્મથી એક પણ પૈસો કમાયો નથી. હવે ખબર નથી કે આ સમાચારમાં કેટલું સત્ય છે, પરંતુ તેને લઈને અટકળો ચાલી રહી છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. 180 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 20 દિવસમાં 60 કરોડનું કલેક્શન કર્યું છે. લાલ સિંહ ચઢ્ઢાને ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

લાલ સિંહ ચઢ્ઢાની ધીમી કમાણી

લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર લીડ રોલમાં હતી. તમામ કલાકારોનું કામ બેસ્ટ હતું. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ મિશ્ર પ્રતિસાદ પણ મળ્યો હતો. આમ છતાં ફિલ્મ ચાલી નહીં. હોલિડે અને વીકએન્ડનો લાભ પણ લઈ શકી નહી. લાલ સિંહ ચઢ્ઢાને પહેલા અઠવાડિયાથી જ ઓછા દર્શકો મળ્યા હતા.

હવે ફિલ્મ ફ્લોપ તો થઈ તે ઉપરાંત આર્થિક નુકસાન પણ થયું… પરંતુ હજુ સુધી લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા પર આમિર ખાનનું ઓફિશિયલ નિવેદન બહાર આવ્યું નથી. આ પહેલા આમિરે મીડિયામાં આવીને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નિષ્ફળતાની જવાબદારી લીધી હતી. શું આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાની ફ્લોપની ફિલ્મની પણ જવાબદારી લેશે, તે તો સમય જ કહેશે.

g clip-path="url(#clip0_868_265)">