Aamir Khan Video : આમિર ખાને (Aamir Khan) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. આમિર ખાન 28 એપ્રિલે એક સ્ટોરી કહેવા જઈ રહ્યો છે, પરંતુ તે સ્ટોરી શું હશે તે અંગે તેણે તેના ચાહકો સાથે કોઈ માહિતી શેર કરી નથી. વીડિયો શેર કરીને અભિનેતા (Actor)એ સ્ટોરીના રહસ્યને વધારતા ઈન્ટરનેટ પર દરેકની રુચિ વધારી છે. દરેક નવા વીડિયો સાથે આમિર ખાન તેના ચાહકોમાં ઉત્તેજના વધારી રહ્યો છે.
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?
Kitchen Vastu Tips: રસોડામાં કાળો પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે?
બાળકો પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો કયા સંકેતો દેખાય છે?
— Aamir Khan Productions (@AKPPL_Official) April 22, 2022
હવે પોતાના આ નવા વિડિયો દ્વારા આમિર દરેકને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે કે એવી કઈ વસ્તુ છે, જેની સ્ટોરી બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવા જઈ રહ્યા છે.
— Aamir Khan Productions (@AKPPL_Official) April 25, 2022
આમિર ખાન કઈ સ્ટોરી કહેવા જઈ રહ્યો છે
હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આમિર ખાન બોક્સ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે આમિર ખાનના ચાહકોમાં તેના નવા પ્રોજેક્ટ વિશે જાણવાની ઉત્સુકતા જોવા મળી હતી. ચાહકોની ઉત્સુકતા વધારતા આજે એટલે કે સોમવારે આમિર ખાને ફુસબોલ (Fussball) રમતા એક વીડિયો રિલીઝ કર્યો છે.
અત્યારે જો આમિર ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા બહુ જલ્દી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળવાનો છે. તેની ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગ્રમ્પની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં ટોમ હેન્ક લીડ રોલમાં હતો. સાથે જ હિન્દી વર્ઝનની વાત કરીએ તો આમિર સિવાય કરીના કપૂર ખાન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.