AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્જુન કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા માટે કહી દીધી આ વાત, સોશિયલ મીડિયા પર મચી ધમાલ!

અર્જુન કપૂરે મલાઈકા અરોરા (malaika arora) સાથેની એક સેલ્ફી શેયર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ તેણે એક એવી વાત કહી છે, જેને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચી છે.

અર્જુન કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા માટે કહી દીધી આ વાત, સોશિયલ મીડિયા પર મચી ધમાલ!
arjun kapoor shared selfie with malaika Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 9:43 PM
Share

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun kapoor) બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ છે. મલાઈકા અરોરા તલાક પછી અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ભારે ચર્ચામાં આવી હતી. હાલમાં પણ તે પોતાના લુક અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયામાં ટ્રેડિંગ રહે છે. અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને સોશિયલ મીડિયામાં અનેક અફવાઓ પણ ફેલાઈ હતી. વાત એમ પણ જાણવા મળી હતી કે અર્જુન કપૂર તેને સમય ના આપતો હોવાને કારણે તે બંને વચ્ચે બ્રેકઅપ થયુ છે પણ તે માત્ર અફવા હતી. હાલમાં અર્જુન કપૂરે એક ફોટો શેયર કર્યો છે જેમાં મલાઈકા અરોરા ખુબ જ ટૂંકા કપડામાં દેખાય રહી છે. આ ફોટો સાથે તેણે એવી વાત લખી દીધી છે જેને કારણે સોશિયલ મીડિયામાં ધમાલ મચી છે.

મલાઈકા અરોરા બોલિવૂડની તે સુંદરીઓમાંથી એક છે, જેની પાસે ફેશનેબલ અને મોંઘા કપડાની કોઈ કમી નથી. લક્ઝરી બ્રાન્ડના કપડાં, બેગ અને શૂઝ પહેરીને આ સુંદરી હંમેશા પોતાના લુક સાથે ફેશન ગોલ કરતી જોવા મળે છે. સાથે જ ડાન્સિંગ ક્વીન જે રીતે પોતાને ફિટ રાખે છે. હાલમાં જ અર્જુન તેના જન્મદિવસ પર મલાઈકા સાથે પેરિસમાં ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા. જ્યાંથી તેણે પોતાનો એક સુંદર ફોટો શેયર કર્યો છે, જેમાં તેણે કંઈક એવું કહ્યું છે જેને છોકરીઓ સરળતાથી રિલેટ કરી શકે છે. અર્જુનની તેની લેડી લવ સાથેની આ સેલ્ફી ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ ફોટો

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુનનો લુક એકદમ શાનદાર લાગતો હતો તો મલાઈકા ગ્રીન કલરના કપડામાં એકદમ કૂલ લાગી રહી હતી. તેણે મોટા કદના લીલા બ્લેઝર અને મેચિંગ શોર્ટ્સ સાથે સફેદ રંગનું ડીપ નેકલાઈન ટોપ પહેર્યું હતું, જેમાં તે સુંદર દેખાતી હતી.

અર્જુને મલાઈકા માટે કહી દીધી આ વાત

મલાઈકા સાથેની સેલ્ફી પોસ્ટ કરતા અર્જુને લખ્યું- ‘એ સેલ્ફી વિથ ધ શોપહોલિક’. શોપહોલિક એટલે કે ખુબ વધારે શોપિંગ કરનાર. અર્જુને જે કહ્યું તેમાં કોઈ શંકા નથી કારણ કે મલાઈકાનું ક્લોથિંગ કલેક્શન ખુબ જ જોરદાર છે. જો કે આ દરમિયાન કેટલાક ચાહકોએ બંનેને લગ્ન માટે અપીલ પણ કરી હતી. અર્જુનની આ પોસ્ટ પર તેમના ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પંસંદ કરી રહ્યા છે.

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">