Janhit Mein Jaari: નુસરત ભરૂચાની ફિલ્મ ‘જનહિત મેં જારી’ સામે દાખલ થયો સ્ક્રીપ્ટ ચોરીનો કેસ, નિર્દેશક રાજ શાંડિલ્યે આપ્યો જવાબ
નુસરત ભરૂચાની (Nushrratt Bharuccha) ફિલ્મ ‘જનહિત મેં જારી’ (Janhit Mein Jaari) રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ હતી. હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.
લેખક જિતેન્દ્ર જ્ઞાનચંદાનીએ ‘જનહિત મેં જારી’ના (Janhit Mein Jaari) ફિલ્મ નિર્દેશક અને લેખક રાજ શાંડિલ્ય પર તેમની ફિલ્મની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. જીતેન્દ્રનું કહેવું છે કે ‘જનહિત મેં જારી’ની કહાની તેની સ્ક્રિપ્ટમાંથી ચોરી કરવામાં આવી છે. પરંતુ ઈટાઈમ્સ સાથે વાત કરતી વખતે રાજ શાંડિલ્યએ જીતેન્દ્રના આ આરોપોને સંપૂર્ણપણે ખોટાં કીધાં છે. જિતેન્દ્ર જ્ઞાનચંદાનીએ (Jitendra Gianchandani) દાવો કર્યો છે કે તેણે ગૌતમ પ્રસાદ શો સાથે મળીને એક વાર્તા સહ-લેખિત કરી હતી અને તે 2019માં સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન પણ થયું હતું.
અહીં જુઓ ફિલ્મ ‘જનહિત મેં જારી’નું ટ્રેલર
જાણો શું છે લેખક જીતેન્દ્રનું કહેવું
જિતેન્દ્રએ ખુલાસો કર્યો છે કે “ગૌતમે 2017માં પોતાના નામે આ સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી હતી. તેને વધુ સારી બનાવવા માટે એક નિર્દેશકને વાર્તા આપવામાં આવી હતી. 2019માં તે નિર્દેશકને મારી વાર્તા ગમી. તેમણે ગૌતમને અને મને એક સાથે કામ કરવા માટે બોલાવ્યા. ઓક્ટોબર 2019માં સંયુક્ત રીતે અમે વાર્તા રજીસ્ટર કરી હતી. પરંતુ ગૌતમે જૂન 2020માં રાજને વાર્તા આપી અને પછી શાંડિલ્યએ નવેમ્બર 2020માં ફિલ્મ ‘જનહિત મેં જારી’ની જાહેરાત કરી.
લેખક સાથે નહીં પણ નિર્દેશક સાથે છે જીતેન્દ્રની લડાઈ
જિતેન્દ્રએ કહ્યું છે કે તેણે વર્સોવા પોલીસ અને એસડબ્લયુઈની સાથે એક અન્ય ફરિયાદ સાથે કેસ દાખલ કર્યો છે, જેની તેઓ સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. તેણે એ પણ જાહેર કર્યું કે શાંડિલ્ય સામેની કોપીરાઈટ ઉલ્લંઘન માટે લડાઈમાં તેના સહ-લેખકો તેની સાથે નથી. જીતેન્દ્રએ આ વિશે વાત કરતાં એમ પણ કહ્યું હતું કે “ઘણા મહત્વાકાંક્ષી લેખકો છે જેમની પાસે સ્થાપિત પ્રોડક્શન હાઉસ દ્વારા બોલિવૂડમાં શરૂ કરાયેલી ખોટી પ્રથાઓ સામે લડવા માટે તેમનો સામનો કરવા માટે કોઈ સંસાધનો નથી.”
જાણો શું છે રાજ શાંડિલ્યનું કહેવું
જ્યારે ઈટાઈમ્સે “જનહિત મેં જારી” ના લેખક અને નિર્દેશક રાજ શાંડિલ્યાનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે તેમના પર લાગેલા તમામ આરોપોને ખોટા કહ્યા અને કહ્યું, “અમે તેમને કાનૂની નોટિસો સાથે પહેલેથી જ જવાબ આપ્યો છે અને તમારી જાણકારી માટે કહેવા માંગું છું કે અમારી વાર્તા 2017 માં રજીસ્ટર કરાવવામાં આવી હતી. હવે કોઈ પણ આવીને આજે આ વાર્તા વિશે કંઈપણ દાવો કરી શકે છે, પરંતુ તેમાં કોઈ સત્ય નથી.