Video : કાર્તિક આર્યનની સાદગી પર ફિદા થયા ફેન્સ, રિક્ષાની સવારી કરતા જોવા મળ્યા અભિનેતા

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક્ટર કાર્તિક આર્યનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાની સાદગી જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો.

Video : કાર્તિક આર્યનની સાદગી પર ફિદા થયા ફેન્સ, રિક્ષાની સવારી કરતા જોવા મળ્યા અભિનેતા
Kartik Aryan Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 1:41 PM

Viral Video : કાર્તિક આર્યન પોતાની આકર્ષક સ્ટાઈલથી ચાહકોના દિલ જીતવામાં કોઈ કસર છોડતા નથી. તેના શાનદાર અભિનયની સાથે તેની શાનદાર રમૂજ અને સરળ જીવનશૈલી તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. ત્યારે કાર્તિક આર્યનનો (Kartik Aryan) આવો જ એક વીડિયો હાલ ચર્ચામાં છે, જેમાં તે રિક્ષાની (Auto Rickshaw) સવારી કરતા જોવા મળી રહ્યો છે. અભિનેતાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આગામી ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે અભિનેતા

તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન આ દિવસોમાં દિલ્હીમાં છે. જ્યાં તે પોતાની આગામી ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અભિનેતા સાથે કૃતિ સેનન (Kriti Sanon) લીડ રોલમાં જોવા મળશે. તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ કાર્તિક આર્યન ચાહકો માટે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Viral Bhayani દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે બ્લેક સ્વેટ શર્ટ, ડેનિમમાં એકદમ ડેશિંગ લાગી રહ્યા છે. સાથે જ કાર્તિક પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરતો જોવા મળ્યો હતો, તેઓએ બ્લેક માસ્ક પહેર્યું હતું.

કાર્તિક આર્યનનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાક તેમને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે અને કેટલાક તેમની સાદગી જોઈને દિવાના થયા છે. વીડિયો પર કોમેન્ટ (Comment) કરતાં એક યુઝરે લખ્યું, ‘કાર્તિકની સાદગી હંમેશા અમારું દિલ જીતે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, જોઈને ખુબ આનંદ થયો. આ સિવાય અન્ય ફેન્સ પણ આર્યનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ચાહકો માટે ખુશખબર, આ ફિલ્મની સિક્વલમાં ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે ડેઝી શાહ

g clip-path="url(#clip0_868_265)">