ચાહકો માટે ખુશખબર, આ ફિલ્મની સિક્વલમાં ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે ડેઝી શાહ

ચાહકો માટે ખુશખબર, આ ફિલ્મની સિક્વલમાં ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે ડેઝી શાહ
Daisy shah will be seen in salman khan film

ડેઝી શાહ ફરી એકવાર સલમાન ખાન સાથે ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ડેઝી શાહે સલમાન સાથે 2014માં ફિલ્મ 'જય હો' અને 2018માં 'રેસ 3'માં કામ કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 01, 2022 | 11:34 AM

સલમાન ખાનની હિટ કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલને(No Entry Sequel)  લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે ફરી આ ફિલ્મના નિર્માણના સમાચારે જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે આ ફિલ્મની આગામી સિક્વલ માટે નિર્માતાઓએ ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં ડેઝી શાહ(Daisy Shah)  ફરી એકવાર સલમાન ખાન (Salman Khan) સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ડેઝી શાહ સલમાન સાથે 2014માં આવેલી ફિલ્મ ‘જય હો’ અને 2018માં ‘રેસ 3’માં જોવા મળી હતી.

અહેવાલ અનુસાર, અનીસ બઝમીએ સલમાનને તેની ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં સાઈન કર્યો છે જે ‘નો એન્ટ્રી’ની સિક્વલ હશે અને ટૂંક સમયમાં તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરશે. ત્યારે હાલ આ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આમાં ટ્રિપલ રોલમાં જોવા મળશે. સલમાન સિવાય આ ફિલ્મના અન્ય કલાકારો અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલ કરતા જોવા મળી શકે છે અને આ તમામ 9 પાત્રો માટે અલગ-અલગ અભિનેત્રીઓને(Actress)  કાસ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ ફિલ્મમાં નવ અભિનેત્રીઓ જોવા મળશે !

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન સાથે ‘જય હો’ અને ‘રેસ 3’માં જોવા મળેલી આમાંથી એક ડેઝી શાહને કાસ્ટ કરવામાં આવી છે. હાલ આ સિક્વલ માટે ચાર અભિનેત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નો એન્ટ્રીની સિક્વલનું પ્લાનિંગ 6 વર્ષથી ચાલી રહ્યું છે, હવે સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. નિર્માતાઓએ જૂના કલાકારો અનિલ કપૂર(Anil Kapoor) , ફરદીન ખાન અને સલમાન ખાનને રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત આ ફિલ્મમાં 9 અભિનેત્રીઓ હશે જેમાંથી હાલ બિપાશા બાસુ, સેલિના જેટલી, લારા દત્તા અને ડેઝી શાહની પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, મુકેશ છાબરા આ ફિલ્મનુ કાસ્ટિંગ કરી રહ્યા છે. વર્ષ 2005માં ‘નો એન્ટ્રી’ પતિ-પત્નીના સંબંધો પર આધારિત ફિલ્મ હતી, જેમાં પતિ પોતાની પત્ની સાથે બેવફાઈ કરીને બહારની છોકરીઓ સાથે મસ્તી કરે છે.આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી.

આ પણ વાંચો : Happy Birthday: નાના પાટેકરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી, લોકો તેમના ડાયલોગના દિવાના છે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati