Birthday Special : ‘તમ્મા તમ્મા’થી લઇને ‘યાર બિના ચૈન કહા રે’, આ છે બપ્પી લહેરીના સદાબહાર ગીતો
Happy Birthday Bappi Lahiri : બપ્પી લહેરીએ 600 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. બપ્પી લહેરીએ મનોરંજન ઉદ્યોગમાં 4 દાયકા કરતાં વધુ સમયથી કામ કર્યું છે. આજે, બપ્પી લહેરીના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેમના સદાબહાર ગીતો વિશે જણાવીએ.

બોલિવૂડમાં (Bollywood) રોક અને ડિસ્કો મ્યુઝિક (Disco Music) લાવનાર સિંગર બપ્પી (Bappi Lahiri) લહેરી આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળમાં (West Bengal) થયો હતો. બપ્પી લહેરીને ડિસ્કો ગીતોના સર્જક માનવામાં આવે છે, જેના કારણે તેમને ડિસ્કો કિંગ કહેવામાં આવે છે. તે પોતાની અનોખી સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતા છે.
બપ્પી લહેરીએ તમ્મા તમ્માથી લઈને ડિસ્કો ડાન્સર સુધીના ઘણા ગીતો ગાયા છે. જે હજુ પણ લોકોની પ્લેલિસ્ટનો હિસ્સો છે. દે દે પ્યાર દે, જીમી જીમી આજા તેમની પ્રખ્યાત રચનાઓમાંની એક છે. બપ્પી લહેરીએ 600 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. બપ્પી લહેરીએ મનોરંજન ઉદ્યોગમાં 4 દાયકા કરતાં વધુ સમયથી કામ કર્યું છે. આજે, બપ્પી લહેરીના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેમના સદાબહાર ગીતો વિશે જણાવીએ.
તમ્મા તમ્મા
ફિલ્મ થાનેદારનું આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. આ ગીત અનુરાધા પૌડવાલ અને બપ્પી લહેરીએ ગાયું હતું. આ ગીત આજે પણ લોકોની પ્લેલિસ્ટનો એક ભાગ છે. આ ગીત સંજય દત્ત અને માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું હતું.
યાર બિના ચૈન કહાં રે
https://www.youtube.com/watch?v=yVImQoGNdTE
બપ્પી લાહિરીના સુપરહિટ ગીતોના રિમિક્સ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે કોઈપણ રીતે જૂના નથી. સાહેબ ફિલ્મનું યાર બિના ચૈન કહાં રે સુપરહિટ ગીત. આ ગીત અનિલ કપૂર અને અમૃતા સિંહ પર ફિલ્માવવામાં આવ્યું છે.
આઇ એમ અ ડિસ્કો ડાન્સર
https://www.youtube.com/watch?v=7JdEZoffm-Q
મિથુન ચક્રવર્તીની ફિલ્મ ડિસ્કો ડાન્સર સુપરહિટ રહી હતી. આ ફિલ્મના ગીતોથી મિથુન ચક્રવર્તી સ્ટાર બન્યો
ઉ લાલા
વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ગીત ઉ લા લા બપ્પી લહેરીએ ગાયું હતું. લોકો આજે પણ આ ગીતને ખૂબ પસંદ કરે છે.
જીમ્મી જીમ્મી આજા
https://www.youtube.com/watch?v=ZUdJQSUcK_Y
મિથુન ચક્રવર્તીની ફિલ્મ ડિસ્કો ડાન્સરના દરેક ગીત સુપરહિટ સાબિત થયા. આઈ એમ અ ડિસ્કો ડાન્સર પછી જીમી જીમી આજા ગીત હિટ સાબિત થયું. આ ગીત બપ્પી લહેરીએ ગાયું હતું.
આ પણ વાંચો –