બિગ બોસ 19ની સ્પર્ધક કુનિકા સદાનંદનું ગાયક કુમાર સાનુ સાથે હતુ અફેર, જાતે જ કર્યો ખુલાસો, જુઓ વીડિયો
બોલીવુડ અભિનેત્રી કુનિકા સદાનંદ હાલમાં બિગ બોસ 19માં જોવા મળે છે જ્યાં તે બિગ બોસ હાઉસની પહેલી કેપ્ટન પણ બની હતી અને ટૂંક સમયમાં જ તેણી પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતી થઈ છે. હવે તાજેતરમાં કુનિકાએ એક અફવા વિશે વાત કરી કે તેણીને કુમાર સાનુ સાથે અફેર હતો અને તે સમયે ગાયક કુમાર સાનુ પરિણીત હતો.

1990 ના દાયકાના સૌથી લોકપ્રિય પ્લેબેક ગાયકોમાંના એક ગણાતા કુમાર સાનુ ઘણીવાર ફક્ત તેના ગીત માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં ચમકતો રહ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, કુમાર સાનુનું નામ ઘણી સ્ત્રીઓ સાથે જોડાયું છે. જેમાં અભિનેત્રી કુનિકા સદાનંદનો પણ સમાવેશ થાય છે, જે હાલમાં બિગ બોસ 19 માં જોવા મળે છે.
કુનિકા-સોનુ વચ્ચેનો સંબંધ આટલા વર્ષ રહ્યો
સિદ્ધાર્થ કન્નન સાથેની એક મુલાકાતમાં, કુનિકાએ કુમાર સાનુ સાથેના તેના સંબંધ વિશે ખુલાસો કર્યો, જે કુનિકાના મતે છ વર્ષ સુધી ચાલ્યો. કુનિકાના જણાવ્યાનુસાર, તેઓ એકબીજાને પતિ-પત્ની માનતા હતા. તેણીએ યાદ કર્યું કે તેઓ પહેલી વાર ઉટીમાં મળ્યા હતા, જ્યાં તે એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી અને સાનુ તેની બહેન અને ભાણિયા સાથે રજાઓ ગાળી રહ્યો હતો.
કુનિકાએ કહ્યું, ‘અમે સાથે રાત્રિભોજન કરી રહ્યા હતા અને તે ખૂબ જ નશામાં હતો. તે ખૂબ રડવા લાગ્યો અને હોટલની બારીમાંથી કૂદી પડવા માંગતો હતો. તે ખૂબ જ હતાશ હતો. તેની બહેન, ભાણિયા અને મારે તેને સંભાળવો પડ્યો’.
સંબંધ કેવી રીતે શરૂ થયો
તેણીએ આગળ કહ્યું, ‘હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી, કારણ કે તે ખરેખર ખૂબ જ દુઃખી હતો. તે તેના લગ્ન તોડવા માંગતો ન હતો અને તેના બાળકોને છોડવા માંગતો ન હતો. તેને શાંત કર્યા પછી, મેં તેને તેના બાળકો અને કામ પ્રત્યેની તેની જવાબદારીઓ યાદ અપાવી. મને લાગે છે કે તે ક્ષણ અમને એકબીજાની નજીક લાવ્યા. તે પછી કુમાર સાનુ પાછો આવ્યો અને મારા ફ્લેટની બાજુમાં રહેવા લાગ્યો. અમે સાથે જમવાનું શરૂ કર્યું અને મેં તેને વજન ઘટાડવામાં મદદ કરી. આ રીતે અમારા સંબંધો શરૂ થયા.
કુનિકાએ કહ્યું કે, તેણીએ તેના પરિવાર પ્રત્યે આદર રાખીને આ સંબંધ ખાનગી રાખવાનું નક્કી કર્યું. અમે શોમાં સાથે પ્રદર્શન કરતી વખતે જ જાહેરમાં દેખાતા હતા. મેં તેને તેના કપડાં પસંદ કરવામાં મદદ કરી અને તેનું પ્રદર્શન સંભાળ્યું. હું તેની પત્ની જેવી જ રીતે તેની સાથે રહેતી હતી અને તે મારો પતિ હોય તેવો વ્યવહાર હુ તેની સાથે કરતી હતી. એવું લાગતું હતું કે અમારો સંબંધ શકુંતલા અને દુષ્યંત જેવો હતો. પરંતુ પછીથી, મને તેના વિશે એવી કેટલીક વાતો જાણવા મળી જેણે મારું હૃદય તોડી નાખ્યું.
સાનુની પત્નીએ કુનિકાની કાર તોડી નાખી
જોકે, જ્યારે સાનુની પત્ની રીટા ભટ્ટાચાર્યને અમારા બન્નેના સંબંધ વિશે ખબર પડી ગઈ ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અમારા સંબંધની વાત જાણ્યા પછી, કુમાર સાનુની પત્નીએ હોકી સ્ટીકથી મારી કાર પર હુમલો કર્યો અને કાચ તોડી નાખ્યા હતા. તે મારા ઘરની બહાર આવીને બૂમો પાડતી હતી. પણ હું તેને સમજી શકી. તે તેના બાળકો માટે પૈસા માંગતી હતી, તે જરા પણ ખોટી નહોતી. રીટા ભટ્ટાચાર્યએ કહ્યું કે તે કુમાર સાનુને કુનિકા પાસેથી પાછો નથી માંગતી.
આ પણ વાંચોઃ 2 વખત લગ્ન કર્યા, 2 દીકરા, 100થી વધારે ફિલ્મો કરી, બિગ બોસની કેપ્ટન અને સૌથી મોટી સ્પર્ધકનો આવો છે પરિવાર