બંગાળી અભિનેત્રી રૂપા દત્તા પર ખિસ્સા કાતરવાનો આરોપ, ડસ્ટબીનમાં બેગ ફેંકતા અભિનેત્રીની ધરપકડ !

જણાવવામાં આવી રહ્યું છે કે એક પોલીસ અધિકારીએ, એક મહિલાને સાર્વજનિક સ્થળે કચરામાં બેગ નાખતા જોઈ હતી, ત્યારબાદ તે મહિલાને શંકાના આધારે પકડી લેવામાં આવી હતી.

બંગાળી અભિનેત્રી રૂપા દત્તા પર ખિસ્સા કાતરવાનો આરોપ, ડસ્ટબીનમાં બેગ ફેંકતા અભિનેત્રીની ધરપકડ !
Bengali Actor Rupa Dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 6:11 PM

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રૂપા દત્તા (Rupa Dutta) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મુજબ પોલીસે રૂપા દત્તાની પોકેટીંગના (pickpocketing) આરોપમાં ધરપકડ કરી છે. (Rupa Dutta Arrested) જણાવવામાં આવી રહ્યું છે કે એક પોલીસ અધિકારીએ એક મહિલાને સાર્વજનિક સ્થળે કચરામાં બેગ નાખતી જોઈ હતી, ત્યારબાદ મહિલાને શંકાના આધારે પકડી લેવામાં આવી હતી. બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટના કોલકાતા ઇન્ટરનેશનલ બુક ફેરની (Kolkata International Book Fair) જણાવવામાં આવી રહી છે. વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો શનિવારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મહિલા ડસ્ટબિનમાં બેગ નાખી રહી હતી.

બેગને કચરામાં ફેંકતી જોવા મળી હતી

ત્યારબાદ પોલીસે મહિલાને જોઈ. શંકાના કારણે મહિલાની પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારી માહિતી સામે આવી. તપાસમાં મહિલા સાથે ઘણી રોકડ ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. આ પછી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. બેગની તલાશી લેતા પોલીસને વધુ પાકીટ મળી આવ્યા હતા. આ સમાચારથી બધાને આશ્ચર્ય થાય છે કે આટલી લોકપ્રિય અભિનેત્રી આવું કેવી રીતે કરી શકે ?

તપાસમાં મહિલાએ કબૂલ્યું છે કે તે અલગ-અલગ જગ્યાએ જઈને આવું કરે છે. મેળાઓ, કાર્યક્રમો અને લોકોથી ભરેલા સ્થળોએ ખિસ્સા કાતરે છે. આવી સ્થિતિમાં મહિલા ઇન્ટરનેશનલ બુક ફેરમાં પણ પહોંચી હતી જ્યાં આ કૃત્ય કર્યા બાદ તેને નિકાલ કરતા વખતે પકડાઇ હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

75 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા

સમાચાર મુજબ અભિનેત્રી પાસેથી લગભગ 75 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રૂપા દત્તાએ પણ થોડા વર્ષો પહેલા બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે, અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો.

અનુરાગ કશ્યપે તેના પર લાગેલા તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. પોતાના વકીલ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કશ્યપે એમ પણ કહ્યું કે ‘MeToo’ જેવી ખૂબ જ મહત્વપૂર્ણ ચળવળનો ઉપયોગ તે લોકો દ્વારા કરવામાં આવ્યો છે જેમના પોતાના અંગત સ્વાર્થ છે.

આ પણ વાંચોઃ

કંગનાએ ફરી બોલિવૂડને ઘેર્યું, વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કર્યા જોરદાર વખાણ

આ પણ વાંચોઃ

The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

g clip-path="url(#clip0_868_265)">