The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી
1990માં કાશ્મીરમાં થયેલા હિંદુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હ્રદયને ધ્રુજાવી દે તે રીતે દર્શાવ્યો છે. આ ફિલ્મ માત્ર તથ્યો ઉપર માત્ર પ્રકાશ જ નથી પાડતી પણ કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે.
The Kashmir Files : ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files)ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ (Article 20)થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.
આ ફિલ્મની શરૂઆત જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ (The Kashmir Files) પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા છે, જેમાં તેમણે 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) March 13, 2022
આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે, પરંતુ સાથે જ પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે.
તાજેતરમાં પ્રસારિત થયેલ ફિલ્મ ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2022
શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મ (The Kashmir Files) ની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.
1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, 90ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે.