બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હાલમાં પરિવાર સાથે માલદીવમાં રજાઓ ગાળી રહ્યા છે. અભિનેતા માલદીવ વેકેશનના ફોટા ચાહકો સાથે શેર કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ટેલિસ્કોપ દ્વારા રાત્રે ચંદ્રને જોતો જોવા મળે છે.
આ ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું, આ ચંદ્રનો વેક્સિંગ ગીબસ તબક્કો છે, તે ખૂબ જ આશ્ચર્યજનક છે. શું તમે તાજેતરમાં ચંદ્ર જોયો છે? ટેલિસ્કોપના માધ્યમથી તે ખૂબ જ ચમકદાર છે. અમે જુપિટરના 79માંથી 4 ચંદ્ર અને શનિના રિંગ્સ પણ જોયા છે. અન્ય સમાચારોમાં ઓરિઅન નક્ષત્ર વધી રહ્યું છે, જે શિયાળામાં તેની ટોચ પર પહોંચશે. એસ્ટ્રોનોમર બનવાની ઈચ્છા રાખવા વાળા 20 વર્ષીય માર્વિનને અમને માલદીવમાં રાત્રિનું આકાશ દેખાડ્યું છે, માર્વિને દરિયાઈ જીવ વિજ્ઞાનનો અધ્યયન કર્યો છે.
View this post on Instagram
ચાહકોને આયુષ્માનનો આ ફોટો ગમ્યો હતો. કેટલાક ચાહકોએ આયુષ્માનને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની નકલ કરવા બદલ નિંદા કરી હતી. એક યુઝરે સુશાંતની કોપી ન કરવાની સલાહ આપી હતી. અન્ય એક યુઝરે લખ્યું, તમારો આ ફોટો સુશાંત સિંહની યાદ અપાવે છે.
આયુષ્માનની જેમ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પણ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં ઈન્ટરેસ્ટ રાખતા હતા. તેમણે 2017માં Meade 14” LX-600 ટેલિસ્કોપને તેમની બાલકનીમાં લગાવ્યો હતો અને ઘણી વખત જુપિટર અને સૈટર્ન રિંગ્સને જોતા હતા. આ ટેલિસ્કોપની કિંમત 6.44 લાખ રૂપિયા હતી.
View this post on Instagram
આયુષ્માન ખુરાના સતત માલદીવ વેકેશનના ફોટા શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતાએ તેમની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તાહિરા ખૂબ જ અદભૂત લાગી રહી હતી. આ ફોટો શેર કરતા લખ્યું, હું અને મર્લિન. ખરેખર, આ ફોટોમાં તાહિરાની ડ્રેસિંગ સેન્સ મર્લિન મનરોના પ્રખ્યાત ફોટો જેવી જ દેખાય છે.
આ પણ વાંચો :- Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર
આ પણ વાંચો :- Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…