શાહરૂખના લાડલાને રાહત : ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ આર્યનને આપી મોટી રાહત, જાણો સમગ્ર અહેવાલ

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આર્યનને દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજરી આપવા અંગે છુટકારો મળી ગયો છે.

શાહરૂખના લાડલાને રાહત : ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ આર્યનને આપી મોટી રાહત, જાણો સમગ્ર અહેવાલ
Aryan Khan get relief
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 2:46 PM

Bombay Highcourt  : આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay HighCourt) મોટી રાહત મળી છે. આર્યનને હવે દર અઠવાડિયે મુંબઈ NCB ઓફિસ સમક્ષ હાજર થવાની જરૂર નથી. કોર્ટે જણાવ્યુ કે, જ્યારે પણ આર્યન ખાનને NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) દિલ્હીમાં બોલાવશે, ત્યારે તે કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવે તો તે તેમની સમક્ષ હાજર થશે.

મુંબઈ બહાર જતા પહેલા આર્યનને પોલીસને કરવી પડશે જાણ

આ સિવાય જ્યારે પણ આર્યનને મુંબઈની બહાર જવું હોય તો તે પહેલા તપાસ અધિકારીઓને(Police Officer)  તેની જાણ કરશે. હવે કોર્ટના આ નિર્ણય બાદ આર્યનને (Aryan Khan) મોટી રાહત મળી છે.તમને જણાવી દઈએ કે, આર્યનને 26 દિવસ જેલમાં રહ્યા બાદ 28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા. આર્યનને 14 શરતો પર જામીન આપવામાં આવ્યા હતા, જેમાં એક શરત મુજબ આર્યનને NCB ઓફિસમાં દર અઠવાડિયે હાજર થવાનુ કહેવામાં આવ્યુ હતુ.

આર્યને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યુ હતું કે, આ મામલો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) NCBની દિલ્હી ઓફિસ પાસે હોવાથી દર શુક્રવારે મુંબઈ NCB ઓફિસમાં હાજરી આપવી જરૂરી નથી. તમને જણાવી દઈએ કે, કોર્ટના નિર્દેશો મુજબ આર્યન 5, 12, 19 અને 26 નવેમ્બર અને 3 અને 10 ડિસેમ્બરે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થયો હતો.

બોમ્બે હાઈકોર્ટના આ આદેશથી આર્યન ખાનને મોટી રાહત

વધુમાં આર્યને પોતાની અરજીમાં જણાવ્યુ હતું કે, દર શુક્રવારે જ્યારે તે મુંબઈમાં NCB ઓફિસમાં હાજરી આપવા માટે આવે છે ત્યારે NCB ઓફિસની બહાર મીડિયા ફોટોગ્રાફર્સની ભીડને કારણે પોલીસ અધિકારીઓને તેની સાથે રહેવું પડે છે. અરજી અનુસાર, પ્રેસ દ્વારા તેમની સતત પૂછપરછ કરવામાં આવે છે અને તેમના ફોટા ક્લિક કરવામાં આવે છે જે યોગ્ય નથી.જો કે બોમ્બે હાઈકોર્ટના આ આદેશથી આર્યન ખાનને મોટી રાહત આપી છે.

આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

આ પણ વાંચો : Miss Universe 2021: હરનાઝ સંધુ માત્ર બોલિવૂડમાં જ નહીં હોલીવુડમાં પણ કરવા માગે છે કામ, સમાજની રૂઢિચુસ્ત વિચારસરણીને તોડવાની ધરાવે છે નેમ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">