Miss Universe 2021: હરનાઝ સંધુ માત્ર બોલિવૂડમાં જ નહીં હોલીવુડમાં પણ કરવા માગે છે કામ, સમાજની રૂઢિચુસ્ત વિચારસરણીને તોડવાની ધરાવે છે નેમ
હરનાઝ સંધુ (Harnaaz Sandhu) જ્યારથી મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો ત્યારથી તે ચર્ચામાં છે. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે માત્ર બોલિવૂડ જ નહીં હોલીવુડનો પણ ભાગ બનવા માંગે છે.
ચંદીગઢની હરનાઝ સંધુએ (Harnaaz Sandhu) 21 વર્ષ બાદ મિસ યુનિવર્સ 2021નો (Miss Universe 2021) ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં હરનાઝ સંધુએ કહ્યું હતું કે સમગ્ર ભારતમાં તહેવારનો માહોલ છે કારણ કે 21 વર્ષ પછી ભારતને તાજ પહેરવાની તક મળી છે.
સમાચાર એજન્સી સાથે વાત કરતી વખતે હરનાઝે કહ્યું હતું કે, “હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને મારુ દિલ આદરથી ભરાઈ ગયું છું જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે. હું આ પ્લેટફોર્મનો ઉપયોગ એવા તમામ મુદ્દાઓ વિશે વાત કરવા માંગુ છું કે જેના વિશે આપણે બધાએ ચિંતિત હોવું જોઈએ.”
હરનાઝે ખુલાસો કર્યો કે તેની માતા, રવિન્દર કૌર સંધુ, ગાયનેકોલોજિસ્ટ છે અને તેની સૌથી મોટી પ્રેરણા છે. તે હંમેશા મહિલા સશક્તિકરણની સાથે સ્તન કેન્સર અને માસિક સ્રાવની સ્વચ્છતાના મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માંગતી હતી.
હરનાઝે કહ્યું હતું કે, હું માત્ર બોલિવૂડ જ નહીં હોલીવુડનો પણ ભાગ બનવા માંગુ છું મિસ યુનિવર્સ 2021એ કહ્યું કે તે માત્ર બોલિવૂડ નહીં પણ હોલીવુડનો એક ભાગ બનવા માંગે છે અને રૂઢિવાદી પરંપરાને તોડવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગે છે. તેણીએ આગળ કહ્યું, “મને માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડનો પણ ભાગ બનવું ગમશે કારણ કે આ દ્વારા હું રૂઢિવાદી પરંપરાને તોડવા માંગુ છું.
મને લાગે છે કે 21મી સદીના લોકો ફિલ્મો અને વેબ સિરીઝથી પ્રેરિત છે. તેથી હું લોકોને પ્રેરણા આપવા માંગુ છું અને તે મુદ્દાઓ વિશે વાત કરવાનો પ્રયાસ કરીશ જેને સમાજમાંથી નાબૂદ કરવાની જરૂર છે.
છેલ્લા રાઉન્ડમાં હરનાઝ અને અન્ય 2 સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે તમે આજની મહિલાઓને દબાણનો સામનો કરવા માટે સલાહ આપશો. જવાબમાં હરનાઝે કહ્યું કે આજની મહિલાઓ પોતાની જાત પર વિશ્વાસ નથી કરતી અને તેમણે એ સમજવાની જરૂર છે કે આત્મવિશ્વાસ તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે અને તમારી સરખામણી અન્ય લોકો સાથે કરવાનું બંધ કરે છે. હરનાઝ વ્યવસાયે મોડલ છે અને તેણે કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
હરનાઝ જ્યારથી મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી છે ત્યારથી તે ચર્ચામાં છે. તેમના પહેલા બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ વર્ષ 2000માં પોતાનો ખિતાબ જીત્યો હતો. હરનાઝ મિસ યુનિવર્સ બન્યા બાદ નેહા ધૂપિયા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, લારા દત્તા, સુષ્મિતા સેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : Happy Birthday Babul Supriyo: ‘હટા સાવન કી ઘાટા’ થી ‘હમ તુમ’ સુધી બાબુલ સુપ્રિયોના આ ગીત રહ્યા છે હિટ