Money laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી ચાર્જશીટ
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભુતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. ED એ અનિલ દેશમુખ વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
Money laundering Case: EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે પૂરક ચાર્જશીટ (Supplementry Chargesheet) દાખલ કરી છે. PMLA એ હેઠળની આ ચાર્જશીટ લગભગ 7 હજાર પાનાની છે. ચાર્જશીટમાં અનિલ દેશમુખના (Anil Deshmukh) બે પુત્રો ઋષીકેશ દેશમુખ અને સલિલ દેશમુખને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અનિલ દેશમુખ અને તેના PA પણ જેલમાં છે.
પૂર્વ ગૃહપ્રધાન પર કરોડોની ઉચાપતનો આરોપ
ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને પરમબીર સિંહ, (Parambir Singh), અન્ય પાંચ પોલીસકર્મીઓ અને અન્ય બે વિરુદ્ધ એક બિલ્ડર પાસેથી 15 કરોડ રૂપિયાની કથિત રીતે માંગણી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપીઓએ એકબીજા સાથે મળીને ફરિયાદીની હોટલ અને બાર સામે કાર્યવાહીનો ડર બતાવીને 11.92 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
Enforcement Directorate names former Maharashtra Home Minister Anil Deshmukh as the main accused in the 7000-page supplementary chargesheet filed in the money laundering case in PMLA Court,Mumbai
The two sons of Anil Deshmukh have also been named in the chargesheet.
(file pic) pic.twitter.com/lm1AAIMmug
— ANI (@ANI) December 29, 2021
અન્ય આરોપો હેઠળ પણ અનિલ દેશમુખની વધી મુશ્કેલી
બીજી તરફ પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચાર અને ખંડણીનો આરોપ લગાવ્યો હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) લખેલા પત્રમાં તેમણે દેશમુખ પર દખલ કરવાનો અને પોલીસનો ઉપયોગ કરીને દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
આ મામલે ન્યાયાધીશે કહ્યું કે, “એવું લાગે છે કે આરોપી વ્યક્તિઓ એટલે કે ડાગા અને તુમાને અનિલ દેશમુખ સાથે નજીકથી સંકળાયેલા હતા, તેની મદદથી દેશમુખે મોટા કાવતરાને નિયંત્રિત કરવાનુ હોવાનુ પ્રતિત થાય છે.” વધુમાં તેમણે કહ્યું કે ષડયંત્રનો સામાન્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર અને છૂપી રીતે ખંડણી કરવાનો હતો,તેથી આ મામલે અનિલ દેશમુખ મુખ્ય આરોપી હોવાનુ સામે આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ કેસમાં દેશમુખના બંને પુત્રોને પણ આરોપી બતાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત