Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

વડોદરામાં 22 ડિસેમ્બર કોરોનાના માત્ર 12 કેસ નોંધાયા હતા. જેમાં રોજ ઉત્તરોત્તર વધારો નોંધાતો ગયો. 28 ડિસેમ્બર સુધીમાં વડોદરામાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. એટલે એવુ કહી શકાય કે છેલ્લા 10 દિવસમાં વડોદરામાં કોરોનાના કેસમાં 13 ટકાનો વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 3:42 PM

વડોદરા (Vadodara)માં કોરોના કેસ (Corona case) વધતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડોદરા મહાનગરપાલિકા (Corporation) દ્વારા સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (Chairman of the Vadodara Standing Committee) હિતેન્દ્ર પટેલે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ખાળવા માટે મનપા દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે TV9 ગુજરાતીને માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે, વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી તૈયારી કરી દેવામાં આવી છે.

 

વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યુ કે, ”કોર્પોરેશન દ્વારા બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ક્વૉરન્ટાઇન કરવાની પ્રક્રિયા પણ સતત ચાલુ છે. કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે કોર્પોરેશન કડકાઇથી કામ કરી રહ્યું છે. સંભવિત ત્રીજી લહેરને લઈને તેમણે કહ્યું કે, વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.”

વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. 22 ડિસેમ્બર કોરોનાના માત્ર 12 કેસ નોંધાયા હતા. જેમાં રોજ ઉત્તરોત્તર વધારો નોંધાતો ગયો. 28 ડિસેમ્બર સુધીમાં વડોદરામાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. એટલે એવુ કહી શકાય કે છેલ્લા 10 દિવસમાં વડોદરામાં કોરોનાના કેસમાં 13 ટકાનો વધારો થયો છે. જો કે અન્ય શહેરની સરખામણીમાં વડોદરામાં કોરોનાના કેસની ટકાવારી ઓછી છે.

વડોદરામાં કોરોનાની બીજી લહેર વખતે સ્થિતિ ખૂબ ગંભીર બની હતી અને અમદાવાદ વડોદરામાં સૌથી વધુ કોરોનાનો મૃત્યુઆંક નોંધાયો હતો. તેથી વડોદરા માટે અત્યારે પણ વધતા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. વડોદરામાં એક્ટિવ કેસ ડબલ થઇને 112 થયા છે. સૌથી વધુ કોરોનાના કેસ પશ્ચિમ વડોદરામાં નોંધાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ Bigg Boss 15 : ‘વીકેન્ડ કા વાર’ એપિસોડ હશે ખાસ, ધર્મેન્દ્રથી લઈને ભારતી સિંહ સુધીના આ સેલેબ્સ મચાવશે ધમાલ

આ પણ વાંચોઃ  AFCAT Final Merit List 2022: એર ફોર્સ ફાઇનલ મેરિટ લિસ્ટ થયું જાહેર, 22 જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ, જાણો તમામ વિગતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">