AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty Networth: એક સમયે ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી અનુષ્કા શેટ્ટી આજે છે કરોડોની માલિકણ

Anushka Shetty birthday Networth: સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી આજે તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. અનુષ્કા સાઉથની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. આવો જાણીએ નેટવર્થ અને કાર કલેક્શન વિષે.

Anushka Shetty Networth: એક સમયે ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી અનુષ્કા શેટ્ટી આજે છે કરોડોની માલિકણ
Anushka Shetty Networt
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:38 AM
Share

બાહુબલી અને બાહુબલી 2 ની દેવસેના ઉર્ફે અનુષ્કા શેટ્ટી 7 નવેમ્બરે તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. અનુષ્કાનું સાચું નામ સ્વીટી શેટ્ટી છે. સાઉથની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ અનુષ્કાએ રૂદ્રમાદેવી, મિર્ચી અને અરુંધતી જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

અનુષ્કાની પર્સનલ લાઈફની વાત કરીએ તો એક્ટ્રેસ 142 કરોડની નેટવર્થની માલિકણ છે. અનુષ્કા શેટ્ટીની વાર્ષિક આવક લગભગ પાંચ કરોડ રૂપિયા છે. આ સિવાય અનુષ્કા શેટ્ટીના ઘરની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. અનુષ્કા શેટ્ટી સાઉથની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ પૈકી એક છે. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા એક ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા લે છે.

આવું છે કારનું કલેક્શન અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે. અનુષ્કાના કાર કલેક્શનમાં ટોયોટા કોરોલા એટલિસ સામેલ છે. તેની કિંમત 21 લાખ રૂપિયા છે. અનુષ્કાની ઓડી A6 છે. તેની કિંમત અંદાજે 55.86 લાખ રૂપિયા છે. અનુષ્કાની Audi Q5ની કિંમત લગભગ 61.52 લાખ રૂપિયા છે. Audi સિવાય અનુષ્કા પાસે BMW 6 કાર પણ છે. તેની કિંમત 66.50 લાખ રૂપિયા છે.

અનુષ્કા બાળકોને ભણાવતી હતી અનુષ્કાએ ક્યારેય એક્ટ્રેસ બનવાનું વિચાર્યું ન હતું. અગાઉ તે કોલેજ પૂરી કર્યા પછી મેડિટેશન વર્કશોપ લેતી હતી, ત્યારબાદ તે યોગ ઇન્સ્ટ્રકટર બની હતી અને મુંબઈમાં યોગના ક્લાસ લેતી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અનુષ્કા ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી પણ હતી.

અનુષ્કાનો આખો પરિવાર ડોક્ટરો અને એન્જિનિયરોથી ભરેલો છે. છતાં અનુષ્કાએ એક અલગ રસ્તો પસંદ કર્યો.તેણે અભ્યાસ પૂરો કર્યા પછી ભણાવવાનું પણ શરૂ કર્યું. અનુષ્કા તેની લાઈફમાં વ્યસ્ત હતી પરંતુ તે ડિરેક્ટર મેહર રમેશ અને પુરી જગન સાથે મુલાકાત થઇ હતી અને તેની જિંદગીએ વળાંક લીધો હતો.

પર્સનલ લાઈફ વિષે વાત કરવામાં આવે તો અનુષ્કા શેટ્ટી 39 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. એક સમયે તેનું નામ પ્રભાસ સાથે જોડાયું હતું. જો કે, બંને એકબીજાને માત્ર સારા મિત્રો તરીકે ઓળખે છે.

આ બાદ અનુષ્કાએ પાછળ ફરીને જોયું નહીં તેણે સતત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે તમિલ, તેલુગુ અને કન્નડ સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી. અનુષ્કાએ વિવિધ ભાષાઓમાં 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમયે તે દક્ષિણની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ પણ હતી. તેણે સ્ટાલિન, ડોન, અરુંધતિ, સિંઘમ, સૌર્યમ, ઓક્કા મગડુ, બાહુબલી, નિશબ્ધામ, રુદ્રમાદેવી, લિંગા જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે.

આ પણ વાંચો : Kiran Rao Birthday Special : કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે પહેલી પત્નીને આપ્યા હતા 50 કરોડ રૂપિયા, 15 વર્ષ બાદ આવ્યો લગ્ન જીવનનો અંત

આ પણ વાંચો : Raima Sen Birthday Special : સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને રહે છે ચર્ચામાં, જયપુરની મહારાણી સાથે ખાસ સંબંધ

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">