એનિમલનો વાયરલ ‘જમાલ કુડૂ’ ડાન્સ બોબી દેઓલે જાતે કર્યો છે ક્રિએટ, જાણો કેવી રીતે આવ્યો આઈડિયા

|

Dec 12, 2023 | 3:19 PM

અબરાર હકની ભૂમિકા ઉપરાંત, તેને જમાલ કૂડુ ગીત પર કરેલા ડાન્સ સ્ટેપ ચાહકોનું ધ્યાન ખેંચ્યું રહ્યા છે અને આ ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં બોબીએ આ સીન વિશે ખુલાસો કર્યો છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે આ ડાન્સ આટલો વાયરલ થયો છે.

એનિમલનો વાયરલ જમાલ કુડૂ ડાન્સ બોબી દેઓલે જાતે કર્યો છે ક્રિએટ, જાણો કેવી રીતે આવ્યો આઈડિયા
Animal viral Jamaal Kudu dance

Follow us on

સંદીપ રેડ્ડી વાંગાના એનિમલને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ ફિલ્મના ગીતો સુપર હિટ થઈ ગયા છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની આ ફિલ્મ સાથે મોટા પડદા પર બોબી દેઓલનું જોરદાર પુનરાગમન બોક્સ ઓફિસ પર સફળ સાબિત થયું છે, જેણે ઘણા રેકોર્ડ તોડ્યા છે. અબરાર હકની ભૂમિકા ઉપરાંત, તેને જમાલ કૂડુ ગીત પર કરેલા ડાન્સ સ્ટેપ ચાહકોનું ધ્યાન ખેંચ્યું રહ્યા છે અને આ ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં બોબીએ આ સીન વિશે ખુલાસો કર્યો છે.

બોબી દેઓલે જમાલ કુડૂના ડાન્સ સ્ટેપ વિશે જણાવ્યું

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં બોબી દેઓલે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે જમાલ કુડુને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અભિનેતાએ કહ્યું કે ચાહકો તેમના પાલતુ કૂતરાના માથા પર ગ્લાસ રાખીને ડાન્સ કરી રહ્યા છે, જ્યારે કોઈએ તેના જેવો સૂટ પહેરીને ડાન્સ કર્યો છે. અભિનેતાએ વધુમાં કહ્યું કે, સંદીપ રેડ્ડી વાંગાએ મને પહેલેથી જ સંગીત સાંભળવા મજબૂર કર્યા હતા અને મને તે સંગીત ખૂબ ગમ્યું.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

બોબીએ જમાલ કુડૂ માટે પોતાના ડાન્સ સ્ટેપ્સ બનાવ્યા

બોબીએ વધુમાં કહ્યું કે સંદીપને ફિલ્મ સાથે જોડાયેલી દરેક બાબતની સારી સમજ છે, તેમણે આ ગીત ક્યાંકથી શોધી કાઢ્યું અને મને કહ્યું કે, હું તેને તારી એન્ટ્રીમાં વગાડીશ. અમે શૂટિંગ શરૂ કર્યું ત્યારે કોરિયોગ્રાફરે કહ્યું, ‘તમે કરો’ મેં કહ્યું, ‘હું શું કરીશ?’ મેં નાચવાનું શરૂ કર્યું અને તેણે મને કહ્યું, “ના, ના.” આ નહીં બોબી દેઓલની જેમ ન કરો. ત્યારે આગળ બોબી કહે છે કે મને અચાનક તે સમય યાદ આવી ગયો જ્યારે તે નાનો હતો અને તે પંજાબ જતો હતો અને અન્ય લોકો સાથે તેમના માથા પર ચશ્મા લગાવીને દારૂ પીતો હતો.

તેણે કહ્યું, મને ક્યારેય સમજાયું નહીં કે તેઓ આવું કેમ કરતા હતા. આ અચાનક મારા મગજમાં આવ્યું અને મેં તે કર્યું. જે સંદીપને ગમ્યું. જ્યાં સુધી જમાલ કુડુની વાત છે, આ ગીત ઈરાનના ઘનારેહ ગ્રુપ દ્વારા જમાલ જમાલુ નામના ઈરાની ગીતનું નવું વર્ઝન છે, જે લગભગ 10 વર્ષ જૂનું છે.

Published On - 3:15 pm, Tue, 12 December 23

Next Article