એક્સ બોયફ્રેન્ડ Sidharth Malhotra વિશે આલિયા ભટ્ટે કરી ખાસ પોસ્ટ, છુટા પડ્યા પછી પણ કર્યા વખાણ

TV9 GUJARATI

|

Updated on: Aug 15, 2021 | 10:18 PM

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા બ્રેકઅપ બાદ પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે બંને વ્યવસાયિક રીતે એકબીજાને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે.

એક્સ બોયફ્રેન્ડ Sidharth Malhotra વિશે આલિયા ભટ્ટે કરી ખાસ પોસ્ટ, છુટા પડ્યા પછી પણ કર્યા વખાણ
Sidharth Malhotra, Alia Bhatt, Ranbir Kapoor

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે રિલેશનશિપમાં છે. બંને પોતાના સંબંધોને એન્જોય કરી રહ્યા છે. પરંતુ તે બધા જાણે છે કે રણબીર પહેલા આલિયાએ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) ને ડેટ કરી હતી. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા, પણ પછી બંને અલગ થઈ ગયા. બંનેના બ્રેકઅપથી ચાહકો ચોંકી ગયા હતા. જોકે તે બંને આજે સાથે નથી, પણ પ્રોફેશનલી બંને એકબીજાના કામના વખાણ કરતા રહે છે.

હવે તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહ (Shershaah) રિલીઝ થઈ છે. આલિયાએ આ ફિલ્મ માટે સિદ્ધાર્થના વખાણ કર્યા છે. આલિયાએ લખ્યું, ‘આ ફિલ્મે મને હસાવ્યું, રડાવ્યું અને ઘણું વધારે અનુભવ્યું. સિદ્ધાર્થ મલ્હોત્રા તમે ખૂબજ સ્પેશિયલ હતા અને ખુબસુરત કિયારા અડવાણી, તમે દરેક સમયે શાઈન કરતી દેખાઈ. ફિલ્મની આખી ટીમ અને કાસ્ટને અભિનંદન. આ એક અદ્ભુત ફિલ્મ છે.

અહીં જુઓ આલિયા ભટ્ટની પોસ્ટ 

આલિયા ભટ્ટની પોસ્ટ

સિદ્ધાર્થનો જવાબ

આલિયાની આ પોસ્ટ પર સિદ્ધાર્થે તેમનો આભાર માન્યો છે. આલિયાના મેસેજનો સ્ક્રીનશોટ શેર કરતા સિદ્ધાર્થે લખ્યું, ‘આભાર આલિયા. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થની ફિલ્મ શેરશાહને ક્રિટિક્સ અને પ્રેક્ષકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. સિદ્ધાર્થે ફિલ્મમાં શહીદ વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. વિક્રમ બત્રાનું જીવન આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે.

સ્વતંત્રતા દિવસ પર સિદ્ધાર્થની પોસ્ટ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે સિદ્ધાર્થે વિક્રમ બત્રા વિશે એક ખાસ પોસ્ટ કરી. તેમણે લખ્યું, ‘જે પ્રેમ મને વિક્રમ બત્રાના પત્રોમાં મારા પરિવાર માટે મળ્યો તે જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. જ્યારે મેં તેમના પત્રો વાંચ્યા ત્યારે હું વિક્રમને મારી સામે હસતા જોઈ શકતો હતો. તે લખતા હતા જ્યારે બોમ્બ બેકગ્રાઉન્ડમાં પડતા હતા. જેમ તે ખૂણામાં શાંતિથી બેસતા હતા અને પછી તે પાછા કામ પર જતા અને દેશ માટે લડતા. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા. પરંતુ કારગીલમાં આપણે માત્ર એક વિક્રમને ગુમાવ્યા નથી, પણ 527 વિક્રમને ગુમાવ્યા છે.

આ પણ વાંચો :- સ્વતંત્રતા દિવસ પર Akshay Kumar એ ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ કરે છે દેશભક્તિની ફિલ્મો ?

આ પણ વાંચો :- Akshay Kumarથી શું ડરી ગયા હોલીવુડ સ્ટાર વિન ડીઝલ? બોક્સ ઓફિસ પર નહીં થાય બેલ બોટમ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 ની ટક્કર

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati