સ્વતંત્રતા દિવસ પર Akshay Kumar એ ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ કરે છે દેશભક્તિની ફિલ્મો ?

રંજીત એમ. તિવારી દ્વારા નિર્દેશિત 'બેલબોટમ'માં અક્ષય કુમાર સિવાય વાણી કપૂર, લારા દત્તા ભૂપતિ અને હુમા કુરેશી પણ છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ગ્લાસગોમાં કોવિડ -19 લોકડાઉન વચ્ચે થયું હતું.

સ્વતંત્રતા દિવસ પર Akshay Kumar એ ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ કરે છે દેશભક્તિની ફિલ્મો ?
Akshay Kumar

બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood Superstar) અક્ષય કુમાર (Akshay Kumar) ઘણીવાર દેશભક્તિની ફિલ્મો કરવા માટે તૈયાર રહે છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ‘કેસરી’, ‘એરલિફ્ટ’, ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી હંમેશા દેશ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. અભિનેતાએ ગર્વથી આ વિશે વાત કરી છે કે દેશભક્તિની ભાવના ધરાવતી ફિલ્મોને આટલો પ્રેમ કેમ કરવામાં આવે છે.

અક્ષય તેમની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે જે દેશભક્તિથી ભરપૂર છે કારણ કે તેઓ એક જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે જે પોતાના દેશવાસીઓની સુરક્ષા માટે કંઈ પણ કરશે.

અક્ષયને પૂછવામાં આવ્યું કે તમારા અનુસાર શું દેશભક્તિના છાંટા ફિલ્મને શાનદાર બનાવી દે છે? આ સવાલના જવાબમાં અક્ષયે કહ્યું કે માત્ર ભારતમાં જ નહીં, દરેક વ્યક્તિ પોતાના દેશને પ્રેમ કરે છે. તેથી જ આ શક્ય છે. 53 વર્ષીય અભિનેતા હાલમાં ‘બેલ બોટમ’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે 19 ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેમણે કહ્યું કે તે ફરી એકવાર ફિલ્મના પડદા પર હિટ થવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 

બેલબોટમને લઈને ઉત્સાહિત છે અક્ષય

તેમણે કહ્યું કે હું પણ થિયેટરોમાં ‘બેલ બોટમ’ રિલીઝ કરવા માટે ખરેખર ઉત્સાહિત છું. આશા છે કે બધું સારું થઈ જશે. રંજીત એમ. તિવારી દ્વારા નિર્દેશિત ‘બેલબોટમ’માં વાણી કપૂર, લારા દત્તા ભૂપતિ અને હુમા કુરેશી પણ છે. ગયા વર્ષે ગ્લાસગોમાં કોવિડ -19 લોકડાઉન વચ્ચે તેનું શૂટિંગ થયું હતું.

જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે શું આવા મુશ્કેલ સમય વચ્ચે તેઓ ઘરની બહાર નીકળવા માટે ડરતા હતા? આના જવાબમાં અભિનેતાએ કહ્યું, “ના, મેં તે રીતે વિચાર્યું ન હતું કારણ કે મેં વાશુ ભગનાનીને કહ્યું જે મારા નિમાર્તા છે દરેક વસ્તુની સંભાળ રાખવાનું અનેસુનિશ્ચિત દરેકની જવાબદારી છે. અમે બધાએ પ્રોટોકોલનું પાલન કર્યું અને દરેક વ્યક્તિએ માસ્ક પહેર્યા હતા. સાથે પોતાના હાથ ધોતા રહેતા હતા.

હવે જ્યારે ફિલ્મને સ્ક્રીન પર આવવા માટે માત્ર એક સપ્તાહ બાકી છે, ત્યારે અભિનેતાએ 19 ઓગસ્ટને મહત્વનો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે 19 ઓગસ્ટ આપણા બધા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે આપણે જાણીશું કે દોઢ વર્ષ પછી પણ લોકોએ થિયેટરોમાં જવાનો ઉત્સાહ ગુમાવ્યો છે કે નહી.

 

આ પણ વાંચો :- 75th Independence Day : આ કારણોસર શેરશાહ બની ગઈ છે આ સ્વતંત્રતા દિવસની સૌથી ગમતી ફિલ્મ

આ પણ વાંચો :- ધમાલ કરવા આવી રહ્યો છે The Kapil Sharma Show અક્ષયે કપિલ શર્માની બોલતી કરી દીધી બંધ, જુઓ Video

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati