Akdi Pakdi Song: અકડી પકડી સોંગે મચાવી ધૂમ, થોડી કલાકોમાં જ લાખો લોકોએ જોયુ આ સોંગ

વિજય દેવરકોંડાની ફિલ્મ 'લાઈગર' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને લોકો ઘણા ઉત્સુક છે. હવે આ ફિલ્મનું પહેલું ગીત 'અકડી પકડી' પણ રિલીઝ થઈ ગયું છે.

Akdi Pakdi Song: અકડી પકડી સોંગે મચાવી ધૂમ, થોડી કલાકોમાં જ લાખો લોકોએ જોયુ આ સોંગ
અકડી પકડી સોંગ રિલીઝImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:38 PM

વિજય દેવરાકોંડા (Vijay Deverakonda)ની ફિલ્મ ‘લાઈગર’નું ‘અકડી પકડી’ (Akdi Pakdi) સોંગ રિલીઝ થઈ ગયું છે. આ સોંગમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફેન્સ ઘણી ઉત્સુક્તાથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આ ગીતનું પ્રીમિયર 11 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યું હતું. ‘અકડી પકડી’ સોંગ લોકોને ઘણુ પસંદ આવી રહ્યુ છે. સોંગની રિલિઝના માત્ર બે કલાકમાં આ તેને 8 લાખથી વધુ લોકોએ જોયું છે અને 200 હજારથી વધુ લાઇક્સ મળી છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

સોંગ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં લાખો લોકોએ જોયું

હાલ વિજય દેવરકોંડા લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.. તે માત્ર સ્માર્ટ તો દેખાય જ છે અને ફિલ્મોમાં પણ તેની એક્ટિંગ પણ કમાલની હોય છે. જો કે આ આ ફિલ્મમાં તેની માત્ર એક્ટિંગ જ નહીં, ડાન્સ અને એક્શન પણ જોવા મળશે. મતલબ કે આ ફિલ્મ તમારા પૂરા પૈસા વસૂલ કરશે. ફિલ્મનું ટ્રેલર જોઈને જ તમને તેનો અંદાજ આવી ગયો હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડાયરેક્ટર પુરી જગન્નાથે શેર કરી તસવીર

અહીં જુઓ- ‘લાઈગર’ ફિલ્મનું ગીત ‘અકડી પકડી’

જેમ જેમ ફિલ્મની રિલીઝ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ગીતમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. સોંગ પણ એકદમ કેચી લાગી રહ્યુ છે. જે લોકોની જીભે ચડતા વાર નથી લાગતી. આ ફિલ્મ વિજય અને અનન્યાની પહેલી ફિલ્મ છે, પરંતુ આ ગીત જોઈને લોકો અંદાજો લગાવી શકશે નહીં કે બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ગીતમાં થોડો સાઉથ ટચ છે અને દેખીતી રીતે બોલિવૂડ ફ્લેવર હશે કારણ કે આ ગીત બોલિવૂડ ફિલ્મનું છે.

25 ઓગસ્ટ 2022એ રિલીઝ થશે ફિલ્મ

આ ગીત લિજો જ્યોર્જ અને ડીજે ચેતસે કમ્પોઝ કર્યું છે જોકે તેને સોની મ્યુઝિકના લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા ઉપરાંત અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">