KGF 2 બાદ હવે સાઉથની આ ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી, બનશે ખતરનાક વિલન

TV9 GUJARATI

|

Updated on: Jan 31, 2023 | 7:14 PM

મંગળવારે, થલાપતિ 67ના નિર્માતા સેવન સ્ક્રીન સ્ટુડિયોએ સંજય દત્તની ફિલ્મમાં સામેલ થવા વિશે ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું હતું કે, સંજય દત્તનું તમિલ સિનેમામાં સ્વાગત કરતા ઘણું સન્માનિત મહેસૂસ થઈ રહ્યું છે.

KGF 2 બાદ હવે સાઉથની આ ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી, બનશે ખતરનાક વિલન
Sanjay Dutt

બોલિવૂડ એક્ટર સંજય દત્ત હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ફેવરિટ વિલન બની રહ્યો છે. KGF 2 ફિલ્મમાં ખતરનાક વિલનની ભૂમિકા ભજવ્યા બાદ સંજય દત્તને બીજી ફિલ્મમાં મોટો રોલ મળ્યો છે. સંજય દત્તે હવે સત્તાવાર રીતે તમિલ ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે. સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘થલાપતિ 67’માં સંજય દત્ત મુખ્ય વિલનનો રોલ કરશે.

મંગળવારે, થલાપતિ 67ના નિર્માતા સેવન સ્ક્રીન સ્ટુડિયોએ સંજય દત્તની ફિલ્મમાં સામેલ થવા વિશે ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું હતું કે, “સંજય દત્તનું તમિલ સિનેમામાં સ્વાગત કરતા ઘણું સન્માનિત મહેસૂસ થઈ રહ્યું છે. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે સંજય દત્ત થલાપથી 67નો ભાગ બનશે.”

સાઉથની ફિલ્મ સંજય દત્તે કરી સાઈન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ વિલન સંજય દત્ત એક્ટર થલાપથી વિજયની આગામી ફિલ્મનો ભાગ હશે. હાલમાં ફિલ્મનું શીર્ષક  હાલ માટે તેનું  #Thalapathy67 રાખવામાં આવ્યું છે. જો કે આ નામ ફાઈનલ છે તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે સંજય દત્ત આ પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે સંમત છે અને કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘લોકેશ કનાગરાજ માને છે કે માત્ર સંજય દત્ત જ તેની આગામી ફિલ્મના રોલ સાથે ન્યાય કરી શકે છે અને તેની પાસે શક્તિશાળી ભૂમિકા હશે.’

સંજય દત્તે KGFમાં ધમાલ મચાવી હતી

બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય સાબિત કરનાર સંજય દત્ત આ દિવસોમાં પોતાના ખતરનાક વિલન અવતારને લઈને ચર્ચામાં છે. KGF ચેપ્ટર 2 માં સંજય દત્તે અધીરાની ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેની ઉગ્ર શૈલીએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. KGF 2 કન્નડ ફિલ્મ હતી. તેણે કમાણી મામલે દેશ અને દુનિયામાં ઝંડો ફરકાવ્યો હતો. આ ફિલ્મમાં તેની યશ સાથેની લડાઈને સારો પ્રતિસાદ મળ્યો હતો.

સંજય દત્તના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ગયા વર્ષે સંજય દત્ત ત્રણ ફિલ્મોમાં દેખાયો હતો. જેમાં KGF ચેપ્ટર 2, સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરાનો સમાવેશ થાય છે. કન્નડ સ્ટાર યશ સ્ટારર KGF ચેપ્ટર 2 એ વિશ્વભરમાં એક વિશાળ બોક્સ ઓફિસ કલેક્શન બનાવ્યું છે અને જબરદસ્ત કમાણી કરી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati