Vijay Sethupathi In Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મમાં વિજય સેતુપતિની એન્ટ્રી? ‘પુષ્પા ધ રૂલ’માં ભજવી શકે છે મહત્વની ભૂમિકા
પુષ્પા: ધ રૂલ (Pushpa : The Rule) 2023માં સિનેમાઘરોમાં આવશે. નિર્દેશક સુકુમાર હાલમાં પુષ્પાની સ્ક્રિપ્ટને આખરી ઓપ આપી રહ્યા છે. ટૂંક સમયમાં નિર્માતા શૂટિંગને લગતા અપડેટ્સ શેર કરશે.
પ્રખ્યાત નિર્દેશક સુકુમાર દ્વારા નિર્દેશિત અલ્લુ અર્જુનની (Allu Arjun) સુપરહિટ ફિલ્મ “પુષ્પાઃ ધ રાઇઝ” આ દિવસોમાં રિલીઝ થયેલી સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હવે, બધાની નજર આ ફિલ્મની સિક્વલ પર છે, જેનું નામ ‘પુષ્પાઃ ધ રૂલ’ (Pushpa : The Rule) હશે. મીડિયામાં વાયરલ થયેલા નવા અહેવાલો સૂચવે છે કે નિર્માતાઓએ આ ફિલ્મમાં એક મહત્વપુર્ણ ભૂમિકા માટે વિજય સેતુપતિનો સંપર્ક કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. જો કે, હજી સુધી અભિનેતા વિજય સેતુપતિ (Vijay Sethupathi) અથવા ફિલ્મ પુષ્પાની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પુષ્પાની પ્રથમ સિઝન માટે પણ વિજયનો સંપર્ક કરવામાં આવ્યો હતો
પુષ્પા: ધ રાઈઝમાં અમે જોયું કે ફિલ્મનો અંત અલ્લુ અર્જુન એટલે કે પુષ્પરાજ અને ફહાદ ફાસિલ એટલે કે ભંવર સિંહ શેખાવત વચ્ચેની મોટી લડાઈ સાથે થયો. અહેવાલો અનુસાર, ‘પુષ્પા ધ રૂલ’નું શૂટિંગ જુલાઈ અથવા ઓગસ્ટ 2022માં શરૂ થવાની આશા છે. એવી અફવાઓ પણ છે કે જો બધુ બરાબર રહ્યું તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે “પુષ્પા: ધ રાઇઝ” માં નિર્માતાઓએ વિજય સેતુપતિને ફિલ્મમાં વન અધિકારીની ભૂમિકા ભજવવા માટે પસંદ કર્યા હતા. જો કે, તારીખના ઈસ્યુને કારણે તેમણે પ્રોજેક્ટમાંથી બહાર જવાનું પસંદ કર્યું.
ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
હવે પુષ્પાની ટીમ ફરી એકવાર વિજય સેતુપતિ સાથે નસીબ અજમાવી રહી છે. સેતુપતિના સમાવેશ અંગેની પુષ્ટિ ટૂંક સમયમાં કરવામાં આવશે.
શું પુષ્પાના બીજા ભાગમાં શ્રીવલ્લીનું મૃત્યુ થશે?
ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો સામે આવી રહી છે કે ફિલ્મમાં રશ્મિકા મંદાનાનું પાત્ર મરી જશે. આ ફિલ્મના પહેલા ભાગમાં પુષ્પાના રોલમાં અલ્લુ અર્જુન અને શ્રીવલ્લીના રોલમાં રશ્મિકા મંદાનાએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી હતી અને હવે બીજા ભાગમાં પણ ચાહકો તેની પાસેથી આ જ અપેક્ષા રાખે છે. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, આ ફિલ્મ બદલો પર આધારિત હશે, જેમાં પુષ્પા શ્રીવલ્લીના મૃત્યુ પછી ભવર સિંહ શેખાવત પર બદલો લેશે.