AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક બચ્ચને દાદા-દાદી સાથેના તેના બોન્ડ વિશે કર્યો ખુલાસો

અભિષેક બચ્ચને તાજેતરમાં (Abhishek Bacchan) તેના પિતા અમિતાભ બચ્ચન અને દાદા-દાદી સાથેના તેના બોન્ડ વિશે ખુલાસો કર્યો છે. અભિષેકે પોતાના બાળપણ વિષે ખાસ વાતો જણાવી છે.

અભિષેક બચ્ચને દાદા-દાદી સાથેના તેના બોન્ડ વિશે કર્યો ખુલાસો
Abhishek Bachchan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 9:39 PM
Share

અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bacchan) તેની આગામી રિલીઝ દસવી (Dasvi) માટે શાનદાર તૈયારી કરી રહ્યો છે.  અભિનેતા એક તદ્દન નવા પાત્રને મોટા પડદા પર લાવવા માટે ઉત્સાહિત છે. અભિષેક દસવી ફિલ્મમાં નિમ્રત કૌર અને યામી ગૌતમ સાથે જોવા મળશે. અભિષેકને ફરીથી સિલ્વર સ્ક્રીન (Silver Screen) પર જોવા માટે દેશભરના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અભિષેક તેના પરિવાર સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે તેના પિતા અને દાદા-દાદી પાસેથી શીખેલી  બાબતો વિશે રસપ્રદ ખુલાસા કર્યા છે.

બોલિવૂડ હંગામા સાથેની મુલાકાતમાં, જ્યારે અભિષેકને તેના દાદા હરિવંશરાય બચ્ચન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ સન્માન સાથે જવાબ આપ્યો હતો. અભિષેકના દાદાએ અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું હતું, અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેઓ હિન્દી કવિતામાં તેમના અનુકરણીય કાર્ય માટે જાણીતા હતા.

અભિષેકે કહ્યું કે, ‘તે પેઢીના લોકો કોઈ અલગ જ માટીમાંથી બન્યા હતા.’ તેણે કહ્યું કે, ”મારા દાદા એ વિશ્વભરના કવિઓમાં અત્યંત પ્રબુદ્ધ ગણાય છે અને, મને લાગે છે કે આવા લોકોની આસપાસ રહીને અને તેમની પાસેથી શીખવા માટે હું ધન્ય છું, અને હું ખૂબ જ નસીબદાર હતો કે મારા ચારેય ગ્રાન્ડ પેરેન્ટ્સ મારી આસપાસ હતા અને મને તેમના શાણપણ અને તેમના પ્રેમનો ખૂબ જ લાંબા સમય સુધી આનંદ માણવા મળ્યો હતો.”

અભિષેકે આગળ ઉમેર્યું હતું કે, તેને તેના પરિવારની બંને બાજુથી લેખનનો સ્વભાવ અને જુસ્સો વારસામાં મળ્યો છે. અભિષેકના નાના એક જાણીતા પત્રકાર હતા. અને જ્યારે તેની દાદી એક ગૃહિણી હતી. બચ્ચન પરિવાર પહેલેથી જ દિલ્હીના થિયેટર સર્કિટ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલો હતો.

અભિષેકે આગળ કહ્યું કે, તે માને છે કે તેના પિતાનો અભિનય પ્રત્યેનો પ્રેમ તેને તેની દાદી પાસેથી વારસામાં મળ્યો હતો. આ માટે અભિષેક બચ્ચન તેના પરિવાર પ્રત્યે હંમેશા ઋણી રહેશે.

આ પણ વાંચો – શિલ્પા શેટ્ટી ફરી એકવાર આવી ટ્રોલ્સના નિશાના પર, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો -સારા અલી ખાનના ‘ચકા ચક’ ગીત પર આ નાનકડી છોકરીનો ડાન્સ થયો વાયરલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">