સારા અલી ખાનના ‘ચકા ચક’ ગીત પર આ નાનકડી છોકરીનો ડાન્સ થયો વાયરલ
'અતરંગી રે' ફિલ્મના ગીત 'ચકા ચક'માં અભિનેત્રી સારા અલી ખાનના (Sara Ali Khan) ડાન્સ સ્ટેપ્સ ખૂબ વાઇરલ થયા હતા. તાજેતરમાં આ નાનકડી બાળકીનો આ ગીત પર જોરદાર ડાન્સ કરતો વિડીયો ખૂબ વાયરલ થયો છે.

‘અતરંગી રે’ (Atrangi Re) ફિલ્મના ‘ચકા ચક’ (Chaka Chak) પર આ નાની છોકરીનો ડાન્સ ચૂકી ન શકાય તેટલો સારો છે. તમે ગયા વર્ષે ફિલ્મ અતરંગી રેના ચકા ચક ગીત પર નૃત્ય કરતા લોકોના ઘણા વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર જોયા હશે. તાજેતરમાં આ ગીત પર નૃત્ય કરતી સુંદર નાની છોકરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે. આ બાળકીનો વીડિયો ગત તા. 16 માર્ચે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. તેણીનું નૃત્ય ચોક્કસપણે તમને ‘વાહ’ કહેવા માટે મજબૂર કરી દેશે.
View this post on Instagram
આ વાયરલ થયેલા વીડિયોમાં, આ નાનકડી બાળકી સારા અલી ખાનના ડાન્સ સ્ટેપ્સની નકલ કરતી જોઈ શકાય છે. બેકગ્રાઉન્ડમાં ટીવી પર આ ગીત ચાલી રહ્યું છે. હાથમાં બંગડીઓ પહેરીને, છોકરી સારાના તમામ સ્ટેપ્સ અને અભિવ્યક્તિઓની નકલ કરે છે. તે જોવામાં ખૂબ જ ક્યૂટ લાગે છે. આ ક્લિપ અવ્યાન્નકેનીશા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
આ ક્યૂટ વિડિયોમાં લોકો ઘણા બધા રીએક્શન આપી રહ્યા છે. “તે ખૂબ જ એડોરેબલ છે,” એક Instagram યુઝરે ટિપ્પણી કરી. “વાહ શું અદાઓ છે, ક્યુટી, હોટી, સ્વીટી.” બીજા યુઝરે આવું લખ્યું.
અમે તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન, સાઉથના લોકપ્રિય અભિનેતા ધનુષ અને અક્ષય કુમાર અભિનીત ‘અતરંગી રે’ ફિલ્મ ગયા વર્ષે 24 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. જો કે, આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે ફિલ્મના ગીતો લોકોમાં ખૂબ જ હિટ રહ્યા હતા.
તમે આ સુંદર છોકરીના અદ્ભુત ડાન્સ વિશે શું વિચારો છો?
આ પણ વાંચો – અભિનેત્રી કંગના રનૌત હવે પત્રકારો સાથે ભીડી ગઈ, અકળાયેલા લોકોએ આપી તીખી પ્રતિક્રિયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો