શિલ્પા શેટ્ટી ફરી એકવાર આવી ટ્રોલ્સના નિશાના પર, જુઓ વાયરલ વીડિયો

ફરી એકવાર નેટીઝન્સે શિલ્પા શેટ્ટી અને બાદશાહના મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) હરનાઝ કૌર સંધુ પ્રત્યેના 'બનાવટી' અને 'અનાદરપૂર્ણ' વર્તનની ખૂબ નિંદા કરી છે.

શિલ્પા શેટ્ટી ફરી એકવાર આવી ટ્રોલ્સના નિશાના પર, જુઓ વાયરલ વીડિયો
Harnaaz Sandhu On The Stage Of India's Got Talent
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:34 PM

સોની ટીવીનો લોકપ્રિય ટેલેન્ટ રિયાલીટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ (India’s Got Talent) ચર્ચાના ચકડોળે જોવા મળે છે. એવું લાગે છે કે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના નિર્ણાયકો એટલે કે, શિલ્પા શેટ્ટી અને બાદશાહે મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુનુ (Harnaaz Kaur Sandhu) જે રીતે અભિવાદન કર્યું છે, તે જોઈને નેટીઝન્સ બિલકુલ ખુશ નથી. મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) હરનાઝ સંધુએ તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સ્ટેજ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જે વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
View this post on Instagram

A post shared by Miss Diva (@missdivaorg)

મિસ દિવાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા આ વાયરલ વિડિયોમાં, હરનાઝ નિર્ણાયકો સુધી જતી જોવા મળે છે. શિલ્પા તેની બહેન શમિતા સાથે ઉભી છે. તેણી, કિરણ ખેર અને બાદશાહ સાથે, હરનાઝને અભિનંદન આપે છે. હોટ સીટ પર બેઠેલો રેપર બાદશાહ મજાકમાં કહે છે કે, “આ કોઈ ત્રીજી વ્યક્તિ ચંડીગઢથી આવી છે.” શિલ્પા એ પણ નિર્દેશ કરે છે કે, ”આટલા વર્ષો પછી કોઈને આ ખિતાબ મળ્યો છે.” તેણીએ હરનાઝને આલિંગન આપ્યું હતું.

જો કે, હરનાઝ તરફના આવા બેહૂદા મંતવ્યો જોતા, નેટીઝન્સે શિલ્પા અને બાદશાહના હરનાઝ પ્રત્યેના ‘બનાવટી’ અને ‘અનાદરપૂર્ણ’ વર્તનની ખૂબ જ ટીકા કરી છે. એક યુઝરે લખ્યું કે, “શું #harnaazsandhu વધુ આદરને પાત્ર નથી…? શરમ #indiasgottalent.”

જ્યારે અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, “આ નિર્ણયકોમાં મૂળભૂત શિષ્ટાચારનો અભાવ છે.. તેથી તેઓ નકલી અને રસવિહીન લાગે છે.” જ્યારે ત્રીજા યુઝરે લખ્યું કે, ”આટલી સારી છોકરી હરનાઝ છે, જેણે આપણા દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે, તેની પ્રત્યે આવો અપમાનજનક વ્યવહાર. થોડી શરમ કરો.” એક યુઝરે એમ પણ લખ્યું કે, “તેમના વર્તન સાથે શું ખોટું થયું છે?? ગંભીરતાથી દોસ્ત, તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેઓ નકલી અભિવ્યક્તિઓ આપી રહ્યા છે.”

આ પણ વાંચો – પરિણીતી ચોપરાએ પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ગીત ગાયું, ચાહકો થયા ફીદા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">