20 મિલિયન ફોલોઅર્સ ધરાવતી નેટફ્લિક્સ સ્ટારને કેમ ઇમિગ્રેશન વખતે એરપોર્ટ પર રોકવામાં આવી ?
સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને નેટફ્લિક્સ સ્ટાર ચર્ચામાં, અનુભવ જણાવતા કહ્યું કે, મને ઘણા દેશોમાં પ્રવેશવાથી રોકવામાં આવે છે. ઈનફ્લુએન્સરના એક ફોટા એ જ તેની ઓળખનો દાટ વાળ્યો.

પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ ભલભલા સેલિબ્રિટી અને ઈનફ્લુએન્સર ટ્રોલ થાય છે. એવામાં આવો જ એક બનાવ બ્રાઝિલિયન સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે બન્યો છે. જો કે, આ બ્રાઝિલિયન ઈનફ્લુએન્સર ટ્રોલ નથી થઈ પણ તેને હવે ઓળખવી મુશ્કેલ બની ગઈ છે.
બ્રાઝિલિયન સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને નેટફ્લિક્સ સ્ટાર જેસિકા કયાન પ્લાસ્ટિક સર્જરી કર્યા બાદ ચર્ચામાં આવી ગઈ છે. જણાવી દઈએ કે, જેસિકા કયાનના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 20 મિલિયન ફોલોઅર્સ છે. જેસિકા કયાન તેની સુંદરતાના લીધે જ વખાણાય છે પરંતુ આ વખતે તેની સુંદરતાએ દરેકને મૂંઝવણમાં મૂકી દીધા છે.
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, જ્યારે જેસિકા કયાન બ્રાઝિલ પરત ફરી રહી હતી ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને રોકી દીધી હતી. આનું મુખ્ય કારણ તેનો પાસપોર્ટ સાઇઝ ફોટો હતો. જણાવી દઈએ કે, જેસિકાએ પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે અને આના લીધે જ તેને ઓળખવી મુશ્કેલ બની છે. જણાવી દઈએ કે, 32 વર્ષીય યુટ્યુબર અને ટિકટોકર નેટફ્લિક્સ ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.
જેસિકાએ ઘણી કોસ્મેટિક સર્જરી કરાવેલી છે, જેમાં તેણે નાકની સર્જરી, જડબાની ચરબી દૂર કરવા તેમજ ગાલ અને હોઠ ફિલરને લગતી સર્જરી કરાવેલી છે. હવે વાત એમ છે કે, જેસિકાનો પાસપોર્ટ ફોટો સર્જરી પહેલાનો હતો, જે તેના હાલના દેખાવની સાથે મેળ ખાતો નથી. ન્યૂ યોર્ક પોસ્ટમાં જેસિકાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, મને ઘણા દેશોમાં પ્રવેશવાથી રોકવામાં આવે છે કારણ કે મારા બધા દસ્તાવેજોમાં જે ફોટો છે, તે હવે મારા ચહેરા સાથે મેળ ખાતો નથી.
હું મારા ફોટા મારી સાથે રાખું છું!
“મને ખુશી છે કે, મારી પાસે સર્જરી પહેલાના અને સર્જરી પછીના ઘણા બધા ફોટા હતા કે જેનાથી હું મારી ઓળખને સાબિત કરી શકી.” જો કે, હવે હું બ્રાઝિલ પરત ફર્યા પછી સૌથી પહેલું કામ ફોટા અપડેટ કરવાનું જ કરીશ.
હવે લોકો ડાર્ક કોમેડિના નામ પર અશ્લિલતા ફેલાવતા થઈ ગયા છે ત્યારે અગાઉ રણવીર અને સમય રૈના પર વિવાદ બાદ હવે સ્વાતીના વીડિયો પર હોબાળો મચી ગયો છે તે અંગે સમાચાર વાંચવા અહીં ક્લિક કરો