Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે

અનુરાગ ઠાકુરે TV9 ને કહ્યું કે યોગી આદિત્યનાથની સરકારે ગુનાખોરી, ગુંડાઓ અને માફિયાઓ ચલાવનારાઓ પર હુમલો કર્યો છે. આ જ કારણ છે કે આજે બહેન, દિકરી અને પુત્રવધૂ સલામતી અનુભવી રહી છે.

Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે
Union Minister Anurag Thakur (Photo: Anurag Thakur/Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:07 PM

કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અનુરાગ ઠાકુરે (Anurag Thakur) રવિવારે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે આ એ જ સપા છે જેનાથી સૌ ખફા છે અને 10 માર્ચે અખિલેશ જી (Akhilesh Yadav) કહેશે કે EVM બેવફા છે. ચૂંટણી પ્રચાર માટે લખનઉ પહોંચેલા અનુરાગ ઠાકુરે TV9 સાથે વાત કરતા કહ્યું કે આખો દેશ જાણે છે કે સમાજવાદી પાર્ટીની (Samajwadi Party) સરકારમાં રોજ રમખાણો અને ગુનાહિત ઘટનાઓ થતી હતી અને મુખ્યમંત્રી ત્યારે ઊંઘતા હતા. તેમણે કહ્યું કે સપા ગઠબંધનની યાદીમાં તે લોકોના નામ છે, જેમાં એક જેલમાં છે અને એક જામીન પર છે.

મહિને 300 કલાક વીજળી ના આપનાર આજે 300 યુનિટ મફત વીજળીની વાતો કરે છે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અનુરાગ ઠાકુરે આગળ કહ્યું, “આજે તમે પોલીસ સ્ટેશન જાવ તો પોલીસ સ્ટેશનવાળા કહે છે કે તેમના (સમાજવાદી પાર્ટી) ગઠબંધનની યાદી કરતાં વધુ તો ચાર્જશીટના ખાતા જેવું લાગે છે. અખિલેશ યાદવ (Akhilesh Yadav) તેમના શાસન દરમિયાન મહિનામાં 300 કલાક વીજળી આપી શક્યા ન હતા અને આજે 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરે છે. સપાના શાસનમાં, ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કપડાં સૂકવવા માટે કરાતો હતો, કારણ કે વાયરમાં વીજળી બિલકુલ આવતી નહોતી.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં લોકોને સુરક્ષા મળી છે. તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશમાં લોકોના મનમાં સુરક્ષાની ભાવના છે અને યોગી આદિત્યનાથ સરકારના કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથની સરકારે અપરાધ, ગુંડાઓ અને માફિયાઓને ચલાવનારાઓ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ જ કારણ છે કે આજે બહેન, દિકરી અને વહુ આજે સલામતી અનુભવી રહી છે.

સપાના શાસનમાં આઈ.ટી. એટલે કે ‘ ઈન્કમ ફ્રોમ ટેરર’ કહેવાતુ

અનુરાગ ઠાકુર ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના સહ-પ્રભારી પણ છે. આ પહેલા શનિવારે પણ તેમણે અખિલેશ યાદવના આઈટી સેક્ટરમાં રોજગાર આપવાના નિવેદન પર પલટવાર કરતા આરોપ લગાવ્યો હતો કે યાદવના ‘આઈ.ટી. એટલે કે ‘ ઈન્કમ ફ્રોમ ટેરર’ (આતંક વડે આવક) અને મુખ્તાર અંસારી, અતીક અહેમદ અને નાહીદ હસન જેવા માફિયા તેમના બ્રાન્ડ એમ્બેસેડર હતા.

અખિલેશ યાદવે IT સેક્ટરમાં 22 લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે

અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે, “તે તેમનો આતંક હતો કે અસલી આઈટી એટલે કે ‘ઈન્ફોર્મેશન ટેક્નોલોજી’ સેક્ટરની કંપનીઓ સપાના શાસન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ના આવી.” તેમણે દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારમા છેલ્લા પાંચ વર્ષમાં લાખો યુવાનોને આઈટી ક્ષેત્રમાં ભેદભાવ વિના નોકરીઓ મળી છે અને ઉત્તર પ્રદેશને આઈટી હબ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

શનિવારે અખિલેશ યાદવે લખનૌમાં કહ્યું હતું કે વર્ષ 2022માં સપા સાઇકલના નારાને સાકાર કરવાનો સંકલ્પ લે છે. તેમણે કહ્યું, “આઈટી ક્ષેત્રમાં 22 લાખ યુવાનોને નોકરી આપવાનો સંકલ્પ લઈએ છીએ, આ માટે સરકાર કામ કરશે. જે સરકાર 18 લાખ લેપટોપ આપી શકે છે, તે સરકાર આ દિશામાં મોડું નહીં કરે. આઈટી સેક્ટરના લોકોને આ ક્ષેત્રે નોકરી મળશે.

આ પણ વાંચોઃ

UP Election 2022: ઓપિનિયન પોલ દર્શાવવો એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન, એસપીએ ECને પ્રતિબંધ મૂકવાની કરી માગ

આ પણ વાંચોઃ

UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે

g clip-path="url(#clip0_868_265)">