AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: ઓપિનિયન પોલ દર્શાવવો એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન, એસપીએ ECને પ્રતિબંધ મૂકવાની કરી માગ

યુપી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) પહેલા સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવતા ઓપિનિયન પોલ સામે વાંધો ઉઠાવ્યો છે.

UP Election 2022: ઓપિનિયન પોલ દર્શાવવો એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન, એસપીએ ECને પ્રતિબંધ મૂકવાની કરી માગ
Election Commission - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 4:32 PM
Share

યુપી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) પહેલા સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવતા ઓપિનિયન પોલ સામે વાંધો ઉઠાવ્યો છે. સપાએ ચૂંટણી પંચ દ્વારા આ ઓપિનિયન પોલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમે ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું છે કે આ ઓપિનિયન પોલ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. જેના કારણે મતદારો મુંઝવણમાં મુકાઈ રહ્યા છે. સપાના પ્રદેશ પ્રમુખે ચૂંટણી પંચને કહ્યું છે કે ન્યૂઝ ચેનલો દ્વારા ઓપિનિયન પોલ બતાવવું એ ચૂંટણી આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન છે. સપાના પ્રદેશ પ્રમુખે કહ્યું કે યુપીમાં 8 જાન્યુઆરીથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. 21 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાના મતદાન માટે નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

આ દરમિયાન ન્યૂઝ ચેનલો પર સતત ઓપિનિયન પોલ બતાવવામાં આવી રહ્યા છે, જેના કારણે મતદારો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. સપાએ ચૂંટણી પંચને ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવતા ઓપિનિયન પોલને તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે તેનાથી ચૂંટણી પ્રક્રિયા પર અસર પડી રહી છે.

સપાના પ્રદેશ અધ્યક્ષે ECને પત્ર લખ્યો

સપાના પ્રદેશ પ્રમુખે માગ કરી છે કે યુપીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે તરત જ ઓપિનિયન પોલ બંધ કરી દેવા જોઈએ. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ ઓપિનિયન પોલ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ટીવી ચેનલો પર સતત સર્વે બતાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, સર્વેમાં ભાજપને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે સર્વેમાં સપાને પણ એક મજબૂત પાર્ટી બતાવવામાં આવી રહી છે. સપાએ ચૂંટણીમાંથી આવા સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

સાત તબક્કામાં ચૂંટણી યોજાશે

ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. મતગણતરી 10 માર્ચે થશે.

યુપીમાં 15,02,8405 મતદારો

ગત વખતે ઉત્તર પ્રદેશમાં કુલ મતદારોની સંખ્યા 14,71,43,298 હતી જે હવે વધીને 15,02,84,005 થઈ ગઈ છે. જેમાંથી 24,03,296 મતદારો 80 વર્ષથી વધુ વયના છે. મહિલા અને પુરૂષ મતદારોની વાત કરીએ તો રાજ્યમાં કુલ 8,04,52,736 પુરૂષ મતદારો છે, જ્યારે મહિલાઓની સંખ્યા 6,98,22,416 છે.

આ પણ વાંચો : UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે

આ પણ વાંચો : Netaji Subhas Chandra Bose Jayanti: નેતાજીની જયંતિની ભવ્ય ઉજવણી, સેલિબ્રિટીઓને અપાયા એવોર્ડ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">