AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું- કોને 15 લાખ રૂપિયા અને નોકરી મળી ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોમવારે પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી સભાને (Punjab Assembly Elections 2022) સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર કટાક્ષ કર્યો હતો.

Punjab Assembly Election: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું- કોને 15 લાખ રૂપિયા અને નોકરી મળી ?
Rahul Gandhi In Punjab
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 4:50 PM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોમવારે પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી સભાને (Punjab Assembly Elections 2022) સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા કે તેઓ દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા મોકલશે, 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. શું કોઈને આ મળ્યું? તે ભ્રષ્ટાચાર અને રોજગાર પર કેમ બોલતા નથી? તેઓએ નોટબંધી કરી, જીએસટી લાગુ કર્યો. કોને ફાયદો થયો? તેમણે કહ્યું કે, એક વર્ષ સુધી પંજાબના ખેડૂતો ઠંડીમાં ભૂખ્યા રહ્યા હતા કારણ કે પીએમ મોદીએ તેમની મહેનત 2-3 અબજપતિઓને આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે સંસદમાં 2 મિનિટનું મૌન પાળી શક્યા નહીં, વળતર ન આપ્યું, પરંતુ રાજસ્થાન અને પંજાબ સરકારે કર્યું.

‘નવી સોચ નવા પંજાબ’ રેલીમાં રાહુલે કહ્યું, હોશિયારપુર કૃષિનું કેન્દ્ર છે. અહીં ‘ફાર્મ ટૂલ્સ’ માટે એક કેન્દ્ર છે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર અહીં ફૂડ પાર્ક અને મશીન ટૂલ્સનું ક્લસ્ટર બનાવવાનું કામ કરશે. તમે જે પણ ઉગાડશો, પછી તે પોટેટો ચિપ્સ હોય કે ટોમેટો કેચઅપ આ બધું અહીં ફૂડ પાર્કમાં બનાવવામાં આવશે.

સીધા ખાતામાં પૈસા મળશે – રાહુલ ગાંધી

તેમણે આગળ કહ્યું, તમે તમારા ખેતરમાં જે પાક ઉગાડશો સીધા જ તમે તેને તમારા ફાર્મમાંથી ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં લઈ જશો. બટાટા, ટામેટાં, મરચાં જે પણ ઉગાડશે, ખેડૂત તેને સીધા જ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં લઈ જશે અને તેના પૈસા તેના ખાતામાં સીધા જ આવશે. રાહુલે કહ્યું, અમારી સામે પંજાબની ચૂંટણી છે અને આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. તેમાં તમારે તમારી નવી સરકાર પસંદ કરવાની છે.

ચરણજીત સિંહ ચન્નીજી ગરીબ ઘરના પુત્ર છે, ગરીબીને ઊંડાણથી સમજે છે. જો તે સરકાર ચલાવે છે, તો તે અબજોપતિઓની સરકાર નહીં ચલાવે, તે પંજાબના ગરીબ લોકો, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ અને નાના અને મધ્યમ ઉદ્યોગો ચલાવનારાઓની સરકાર ચલાવશે.

‘બેરોજગારીનું કારણ છે મોદી સરકાર’

રાહુલે કહ્યું, આજે દરેક રાજ્યમાં બેરોજગારી ફેલાઈ રહી છે. તેનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીજીની સરકારે નાના અને મધ્યમ વેપારીઓ, નાના વેપારીઓ કે ખેડૂતો પર હુમલો કર્યો છે. આ હુમલો ત્યારે શરૂ થયો જ્યારે નરેન્દ્ર મોદીએ નોટબંધી શરૂ કરી. ડ્રગ્સની સમસ્યા પર તેમણે કહ્યું કે અમને ખબર છે કે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા છે, અમે કાર્યવાહી કરી છે. અમે તેમના મિત્રો પર કાર્યવાહી કરી છે અને તે ચાલુ રાખીશું અને અમે પંજાબમાંથી ડ્રગ્સને નાબૂદ કરીશું.

આ પણ વાંચો : કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પર પ્રતિબંધ મુદ્દે સુનાવણી, વકીલે કહ્યું- કેન્દ્રીય વિદ્યાલયમાં મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાની છૂટ છે

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના 4 કોર્પોરેશનમાં TMCનો વિજય, 2 કોર્પોરેશનમાં ભાજપ ખાતુ પણ ના ખોલાવી શક્યુ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">