PM મોદી 5મીએ જશે પંજાબમા, 42,750 કરોડથી વધુના પ્રોજેક્ટનું કરશે શિલાન્યાસ

સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટી (Road connectivity) સુધારવા માટે વડા પ્રધાનના સતત પ્રયાસને કારણે પંજાબ રાજ્યમાંથી પસાર થતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગનો (National Highway) વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

PM મોદી 5મીએ જશે પંજાબમા, 42,750 કરોડથી વધુના પ્રોજેક્ટનું કરશે શિલાન્યાસ
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:09 PM

PM Modi’s Punjab visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) આગામી 5મી જાન્યુઆરીએ, પંજાબની (Punjab) મુલાકાત લેશે. પંજાબની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી, રૂ. 42,750 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ (lay foundation stone)કરશે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેનો (Delhi-Amritsar-Katra Expressway) સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા, દિલ્હીથી અમૃતસર, કટરા સુધીનો પ્રવાસનો સમય અડધો થઈ જશે.

સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટી (Road connectivity) સુધારવા માટે વડા પ્રધાનના સતત પ્રયાસને કારણે પંજાબ રાજ્યમાંથી પસાર થતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગનો (National Highway) વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેના પરિણામે પંજાબમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇ 2014માં લગભગ 1700 કિલોમીટર હતી તે વધીને 2021માં 4100 કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. પંજાબની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે વધુ બે મુખ્ય રોડ કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ કોરીડોર પંજાબના મુખ્ય ધાર્મિક સ્થળોએ આવવા જવાની સરળતામાં વધારો કરશે.

દિલ્હી-અમૃતસર-કટરા સુધીના 669 કિલોમીટર લાંબા એક્સપ્રેસવે કુલ રૂ. 39,500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જે દિલ્હીથી અમૃતસર અને દિલ્હીથી કટરા સુધીનો મુસાફરીનો સમય અડધો કરી દેશે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે (Greenfield Expressway) સુલતાનપુર લોધી, ગોઇન્દવાલ સાહિબ, ખડૂર સાહિબ, તરનતારન અને કટરામાં વૈષ્ણો દેવીના (Vaishno Devi) પવિત્ર હિંદુ મંદિરને શીખ ધાર્મિક સ્થળોને એકબીજા સાથે જોડશે. એક્સપ્રેસ વે હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંબાલા ચંદીગઢ, મોહાલી, સંગરુર, પટિયાલા, લુધિયાણા, જલંધર, કપૂરથલા, કઠુઆ અને સાંબા જેવા મુખ્ય આર્થિક કેન્દ્રોને પણ જોડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

દેશના તમામ ભાગોમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ પૂરી પાડવાના વડા પ્રધાનના પ્રયાસને અનુરૂપ, પંજાબના ફિરોઝપુર, કપૂરથલા અને હોશિયારપુર (Ferozepur, Kapurthala, Hoshiarpur) ત્રણ શહેરમાં નવી તબીબી માળખાકીય સુવિધાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. ફિરોઝપુર (Ferozepur) ખાતે રૂપિયા 490 કરોડથી વધુના 100 પથારીવાળું PGI સેટેલાઇટ સેન્ટર બાંધવામાં આવશે. જે દર્દીને દવા, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ, નેત્રરોગવિજ્ઞાન, ENT અને મનોચિકિત્સા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

આ પણ વાંચોઃ

મહિલાઓને દર મહિને 2 હજાર અને ધોરણ 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20 હજાર રૂપિયા મળશે, પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની ચૂંટણી જાહેરાત

આ પણ વાંચોઃ

Elections 2022: શું કોરોના સંકટ વચ્ચે ચૂંટણી સ્થગિત થશે?, જાણો ચૂંટણી પંચના અધિકારો શું કહે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">