મહિલાઓને દર મહિને 2 હજાર અને ધોરણ 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20 હજાર રૂપિયા મળશે, પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની ચૂંટણી જાહેરાત

મહિલાઓને દર મહિને 2 હજાર અને ધોરણ 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20 હજાર રૂપિયા મળશે, પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની ચૂંટણી જાહેરાત
Navjot Singh Sidhu - File Photo

કોંગ્રેસે છોકરીઓના શિક્ષણને (Education) પ્રોત્સાહન આપવાની સાથે 12મું ધોરણ પાસ કર્યા પછી દરેક છોકરીને 20 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ સાથે આગળના અભ્યાસ માટે છોકરીઓને કોમ્પ્યુટર અને ટેબલેટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 03, 2022 | 5:47 PM

પંજાબ વિધાનસભાની ચૂંટણીનો (Punjab Assembly Elections) સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. કોંગ્રેસે પંજાબના લોકો માટે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસે છોકરીઓના શિક્ષણને (Education) પ્રોત્સાહન આપવાની સાથે 12મું ધોરણ પાસ કર્યા પછી દરેક છોકરીને 20 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ સાથે આગળના અભ્યાસ માટે છોકરીઓને કોમ્પ્યુટર અને ટેબલેટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુની જાહેરાત

પંજાબ કોંગ્રેસના (Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) તેની જાહેરાત કરતા કહ્યું છે કે, પાર્ટી 5મું અને 10મું ધોરણ પાસ કર્યા પછી દરેક છોકરીને 5 હજાર અને 15 હજાર રૂપિયા આપશે. તે જ સમયે, ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીનીઓને 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કોમ્પ્યુટર અને ટેબલેટ પણ આપવામાં આવશે, જેથી તેમના આગળના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે.

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબની જનતાને રીઝવવા માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સમક્ષ રાજ્યમાં વાયદાઓનો ધમધમાટ કર્યો હતો. હવે આ પછી કોંગ્રેસે ચૂંટણી પહેલા મોટા વચનો આપ્યા છે. પંજાબમાં છોકરીઓના શિક્ષણ ઉપરાંત મહિલાઓ માટે પણ કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે.

મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયા

સિદ્ધુએ પંજાબના ભદૌરમાં એક રેલીને સંબોધતા જાહેરાત કરી કે, જો પંજાબમાં કોંગ્રેસની સરકાર બનશે તો ફરી એકવાર મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે અને સરકાર દ્વારા 1 વર્ષમાં પરિવારના સભ્યોને 8 સિલિન્ડર આપવામાં આવશે.

અગાઉ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના પંજાબ યુનિટના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સાથે કામ કરવા અને પાર્ટી માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે. મુખ્યપ્રધાનની ટિપ્પણી તેમની અને સિદ્ધુ વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધની પૃષ્ઠભૂમિમાં આવી છે. સિદ્ધુ અવારનવાર પોતાની જ પાર્ટીની રાજ્ય સરકારની ટીકા કરે છે.

સરકાર વિરુદ્ધ સિદ્ધુની પ્રતિકૂળ ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, ચન્નીએ કહ્યું હતું કે તે પાર્ટીના વફાદાર સૈનિક છે અને અત્યંત ઇમાનદારીથી તેમની ફરજ નિભાવી રહ્યા છે. તેણે કહ્યું, હું સિદ્ધુ સાહેબ સાથે કામ કરવા માટે તૈયાર છું અને પહેલેથી જ કરી રહ્યો છું. હું પક્ષના ભલા માટે કોઈપણ બલિદાન આપવા હંમેશા તૈયાર છું. પાર્ટી મને જે પણ કહેશે હું તેનું પાલન કરીશ.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાત, સરકાર બનશે તો શહીદોના પરિવારને 1 કરોડની સન્માન રકમ અને ભૂતપૂર્વ સૈનિકોને મળશે નોકરી

આ પણ વાંચો : અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયના લગભગ 13 લાખ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી, 34 લાખથી વધુ બાળકોએ કરાવી છે નોંધણી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati