Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election 2022: પંજાબ ચૂંટણી માટે નામાંકન 25 જાન્યુઆરીથી થશે શરૂ, નામ પરત લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી

પંજાબમાં અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. બાદમાં રાજકીય પક્ષોની વિનંતી પર ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ 20 ફેબ્રુઆરી કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મતદાનની તારીખ મોકૂફ રાખવા વિનંતી કરી હતી.

Punjab Election 2022: પંજાબ ચૂંટણી માટે નામાંકન 25 જાન્યુઆરીથી થશે શરૂ, નામ પરત લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી
Punjab Assembly Elections 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:48 AM

પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ રવિવારે જણાવ્યું હતું કે આવતા મહિને યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી ( Punjab Assembly Election 2022) માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 25 જાન્યુઆરીથી શરૂ થશે અને 1 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 10 માર્ચે થશે. એક સત્તાવાર રીલીઝ મુજબ રાજુએ કહ્યું કે નામાંકન પત્રોની ચકાસણી 2 ફેબ્રુઆરીએ કરવામાં આવશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી હશે.

રાજુએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો 25 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી સંબંધિત રિટર્નિંગ ઓફિસર્સની ઓફિસમાં ફાઈલ કરવામાં આવશે. CEOએ કહ્યું કે 26 જાન્યુઆરીએ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળ રજા હોવાથી તે દિવસે રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો રજૂ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે 30 જાન્યુઆરીએ રવિવાર હોવાથી રજા છે. રાજ્યમાં 8 જાન્યુઆરીથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

કોરોનાના કેસ વધ્યા બાદ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં રેલીઓ અને રોડ-શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ પ્રથમ બે તબક્કામાં મતદાન થનાર વિધાનસભા ક્ષેત્રોમાં વધુમાં વધુ 500 લોકો સાથે જાહેર સભાઓને મંજૂરી આપી હતી. આ સાથે ડોર ટુ ડોર પ્રચારના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું

પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. બાદમાં રાજકીય પક્ષોની વિનંતી પર ચૂંટણી પંચે તેને 20 ફેબ્રુઆરી કરી છે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મતદાનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી હતી કારણ કે લાખો અનુયાયીઓ 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિની ઉજવણી કરવા ઉત્તરપ્રદેશમાં વારાણસીની મુલાકાત લે છે.

પક્ષોએ કહ્યું હતું કે ગુરુ રવિદાસના ઘણા અનુયાયીઓ 14 ફેબ્રુઆરીએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે તેઓ તે સમયે મુસાફરી કરશે. 20 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પણ થવાનું છે.

આ પણ વાંચો : Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : જાણો ક્યાંથી લડશે પૂર્વ સીએમ કેપ્ટન Amarinder Singh, પંજાબ લોક કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">