ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાત, સરકાર બનશે તો શહીદોના પરિવારને 1 કરોડની સન્માન રકમ અને ભૂતપૂર્વ સૈનિકોને મળશે નોકરી

ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાત, સરકાર બનશે તો શહીદોના પરિવારને 1 કરોડની સન્માન રકમ અને ભૂતપૂર્વ સૈનિકોને મળશે નોકરી
Delhi CM Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સૈનિકોએ નિવૃત્તિ પછી ભટકવું નહીં પડે. જો ઉત્તરાખંડમાં 'આપ'ની સરકાર બનશે તો ભૂતપૂર્વ સૈનિકોને સીધી સરકારી નોકરીઓ આપવામાં આવશે. તે ઉત્તરાખંડ નવનિર્માણમાં ભાગ લેશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 03, 2022 | 5:04 PM

આગામી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Election 2022) માટે ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નવા વર્ષના ત્રીજા દિવસે સોમવારે દેહરાદૂનના ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ પર પ્રથમ જાહેર સભા યોજવા પહોંચ્યા છે.

અહીં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ દેશ ભક્તોની ભૂમિ છે. અહીંના કણ-કણમાં દેશભક્તિથી ભરેલી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, કર્નલ અજય કોઠીયાલે મને કહ્યું હતું કે ભારતીય સેનામાં (Indian Army) મોટાભાગની ભરતી ઉત્તરાખંડમાંથી થાય છે. તેમણે કહ્યું કે દરેક પરિવારમાંથી એક સભ્ય સેનામાં હોય છે. જો ઉત્તરાખંડના સૈનિકોએ નક્કી કર્યું છે કે, આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી છે તો આ વખતે અમારી પાર્ટીને આવતા કોઈ રોકી શકશે નહીં.

સરકાર બનતાની સાથે જ શહીદના પરિવારને 1 કરોડની સન્માન રકમ મળશે

કેજરીવાલે કહ્યું કે, સૈનિકોએ નિવૃત્તિ પછી ભટકવું નહીં પડે. જો ઉત્તરાખંડમાં ‘આપ’ની સરકાર બનશે તો ભૂતપૂર્વ સૈનિકોને સીધી સરકારી નોકરીઓ આપવામાં આવશે. તે ઉત્તરાખંડ નવનિર્માણમાં ભાગ લેશે. તેમણે એમ પણ કહ્યું કે AAP સરકાર સત્તામાં આવ્યા પછી, જો રાજ્યનો કોઈ સૈનિક ક્યાંય પણ શહીદ થાય છે, તો આમ આદમી પાર્ટીના કર્નલ (સેવા નિવૃત્ત) અજય કોઠીયાલ તેમના ઘરે જઈને શહીદ પરિવારને 1 કરોડ રૂપિયાની રકમનો ચેક આપશે.

ભાજપ અને કોંગ્રેસે રાજ્યને બરબાદ કર્યું

કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધી તમે તમારા 10 વર્ષ ભાજપને અને 10 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. પરંતુ બંને પક્ષોએ મળીને ઉત્તરાખંડને બરબાદ કરી નાખ્યું છે. આ દરમિયાન કેજરીવાલે સૈનિકોને આમ આદમી પાર્ટીને વોટ કરવાની અપીલ પણ કરી હતી.

કેજરીવાલની ઉત્તરાખંડની આ છઠ્ઠી મુલાકાત

અરવિંદ કેજરીવાલની ઉત્તરાખંડની આ છઠ્ઠી મુલાકાત છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની દેહરાદૂન મુલાકાતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અરવિંદ કેજરીવાલની દેહરાદૂનની મુલાકાત પહેલા દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના ચૂંટણી રણનીતિકાર ગોપાલ રાય દેહરાદૂન પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીના તમામ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને 45 દિવસની ચૂંટણીની રણનીતિ બનાવી હતી.

આ પણ વાંચો : અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયના લગભગ 13 લાખ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી, 34 લાખથી વધુ બાળકોએ કરાવી છે નોંધણી

આ પણ વાંચો : ત્રીજી લહેરના એંધાણ: શું મહારાષ્ટ્રમાં ફરી થશે લોકડાઉન ? નાયબ મુખ્યપ્રધાન પવારે આપ્યા આ સંકેત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati