પૂર્વ PM મનમોહન સિંહે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ જેટલો ખોખલો તેટલો જ ખતરનાક
સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર આધારિત છે. બંધારણીય સંસ્થાઓ સતત નબળી પડી રહી છે. આ સરકાર વિદેશ નીતિના મોરચે સદંતર નિષ્ફળ સાબિત થઈ છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહે (Manmohan Singh) ગુરુવારે ભાજપ (BJP) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લોકો અમારા (કોંગ્રેસના) સારા કામને યાદ કરી રહ્યા છે. પૂર્વ પીએમે કહ્યું કે ભાજપે પીએમ મોદીની (PM Modi) સુરક્ષાના મુદ્દે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) અને રાજ્યના લોકોનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો. મનમોહન સિંહે વધુમાં કહ્યું કે ભાજપના શાસનમાં અમીર લોકો અમીર બની રહ્યા છે, જ્યારે ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ જેટલો ખોખલો છે તેટલો જ ખતરનાક છે. તેમનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ (British’s divide & rule policy) પર આધારિત છે. બંધારણીય સંસ્થાઓ (Constitutional institutions) સતત નબળી પડી રહી છે. વિદેશ નીતિના મોરચે પણ આ સરકાર સદંતર નિષ્ફળ સાબિત થઈ છે.
સાથે જ તેમણે કહ્યું કે કોરોના દરમિયાન કેન્દ્ર સરકારની નબળી નીતિઓને કારણે લોકો અર્થતંત્ર, બેરોજગારી અને વધતી મોંઘવારીથી પરેશાન છે. દેશમાં 7.5 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી, પોતાની ભૂલ સ્વીકારવા અને તેને સુધારવાને બદલે, સરકાર પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પર દોષારોપણ કરી રહી છે.
બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથીઃ પૂર્વ પીએમ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વધુમાં કહ્યું કે, ભાજપની આગેવાનીવાળી સરકારમાં આર્થિક નીતિની કોઈને સમજણ નથી. મામલો માત્ર દેશ પૂરતો સીમિત નથી. વિદેશ નીતિમાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે. ચીન આપણી સરહદ પર બેઠું છે અને તેને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકારણીઓને ગળે મળવાથી કે આમંત્રણ વિના બિરયાની (biryani) ખાવાથી સંબંધો સુધરતા નથી.
Relationships do not improve by giving hugs to politicians, or by going to eat biryani without invitation. Their (BJP govt’s) nationalism is based on the British’s divide & rule policy. Constitutional institutions are being weakened: Former PM & Congress leader Manmohan Singh pic.twitter.com/qWNtpdnsMo
— ANI (@ANI) February 17, 2022
કોંગ્રેસ એકવાર જ્યાં ગઈ ત્યાં પાછી નથી આવીઃ પીએમ મોદી
બીજી તરફ અબોહરમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મને 5 વર્ષ માટે એક તક આપો. દેશમાં એવા કેટલાય રાજ્યો છે, જ્યારે કોંગ્રેસ એક વાર ગઈ તો પાછી આવી નહીં, અને જ્યાં ભાજપને આશીર્વાદ મળ્યા, ત્યાં કોંગ્રેસ મૂળમાંથી ખતમ થઈ ગઈ. ઈતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે હંમેશા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. વર્ષોથી સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માંગ હતી, તેઓ ફાઈલ પર બેસી ગયા. કોંગ્રેસની સરકારો જુઠ્ઠાણું બોલતી રહી. જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર બની ત્યારે અમે તે ભલામણોને લાગુ કરવા માટે કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીએ પંજાબની 117 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. આ પહેલા તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ પંજાબનો કિલ્લો અંકે કરવા માટે વાયુવેગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પંજાબમાં કોંગ્રેસ 10 વર્ષથી સત્તામાં છે. આ વખતે પણ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે.
આ પણ વાંચોઃ