Punjab Election 2022: ભાજપ 65 સીટો પર, કેપ્ટન અમરિંદરની પાર્ટી 37 અને સંયુક્ત અકાલી દળ 15 સીટો પર લડશે ચૂંટણી
ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે પંજાબમાં ભાજપ 65 બેઠકો પર અને પંજાબ લોક કોંગ્રેસ 37 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડશે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી(Punjab Assembly Election 2022) માટે ભાજપ, પંજાબ લોક કોંગ્રેસ અને સંયુક્ત અકાલી દળ-ધીંડસા વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ(JP Nadda) જાહેરાત કરી છે કે પંજાબમાં ભાજપ(BJP) 65 બેઠકો પર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી(Captain Amarinder Singh) 37 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે.
સોમવારે બેઠક વહેચણીની જાહેરાત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબમાં એનડીએ ગઠબંધનમાં ભાજપ, પંજાબ લોક કોંગ્રેસ અને સંયુક્ત અકાલી દળ-ઢીંડસા ભેગા થઈને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડીશું. આમ પંજાબમાં NDA હેઠળ ભાજપ 65 સીટો પર, પંજાબ લોક કોંગ્રેસ 37 સીટો પર અને સંયુક્ત અકાલી દળ-ધીંડસા 15 સીટો પર ચૂંટણી લડશે.
આ દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબ એક સરહદ પર સ્થિત રાજ્ય છે, દેશની સુરક્ષા માટે પંજાબમાં સ્થિર અને મજબૂત સરકારની રચના જરૂરી છે. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનની કાર્યવાહી આપણા દેશ માટે કેવી રહી છે. અમે દેખ્યું છે કે કઈ રીતે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીના પ્રયાસો થઈ રહ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેને પાટા પરથી ઉતારવાનો નાપાક પ્રયાસ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દ્વારા કરવામાં આવે છે.”
#PunjabPolls | BJP will contest election on 65 seats, Punjab Lok Congress chief on 37 seats & SAD-Sanyukt Chief will contest election on 15 seats: BJP president JP Nadda#TV9News #PunjabAssemblyElections pic.twitter.com/XOsUSrhKwc
— tv9gujarati (@tv9gujarati) January 24, 2022
માફિયા રાજને ખતમ કરવાની પ્રતિબદ્ધતા
જેપી નડ્ડાએ કહ્યું, “આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનનું માધ્યમ નથી, સરકાર બદલવી એ આ ચૂંટણીનો હેતુ નથી. આ ચૂંટણી આવનારી પેઢીઓને સુરક્ષિત કરવા અને પંજાબને સ્થિરતા આપવા માટે છે. જો પંજાબ સુરક્ષિત રહેશે તો દેશ સુરક્ષિત રહેશે.”
તેમણે વધુમાં કહ્યું, “પંજાબના લોકોએ દેશની સુરક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, પંજાબે દેશને જે ખાદ્ય સુરક્ષા આપી છે, તેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પંજાબે હંમેશા અમારી આશાઓ પૂરી કરી છે.” જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “માફિયારાજે પંજાબને ખોખલું કરવાનું કામ કર્યું છે. આજે બધા પંજાબ જમીન માફિયા, રેતી માફિયા, ડ્રગ માફિયાઓથી ત્રસ્ત છે. તેથી જ એનડીએ ગઠબંધન પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે કે અમે આ માફિયા રાજને ખતમ કરીશું.”
તેમણે કહ્યું, “પંજાબને આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પંજાબ જ્યાં પહેલા વિકાસ તરફ આગળ વધી રહ્યું હતું ત્યાં આજે તે નીચે સરકી રહ્યું છે. પંજાબને આર્થિક રીતે મજબૂત બનાવવાની જવાબદારી આપણી છે. સ્થિરતા અને સુરક્ષા માટે કેન્દ્ર-રાજ્યના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:
Punjab Assembly Election 2022 : જાણો ક્યાંથી લડશે પૂર્વ સીએમ કેપ્ટન Amarinder Singh, પંજાબ લોક કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
આ પણ વાંચો: