ચૂંટણી રેલી અને રોડ શો કરવા માટે પરિસ્થિતિ યોગ્ય નથી’, નીતિ આયોગના વીકે પોલે ECને કહી મોટી વાત

Elections in 5 states : નીતિ આયોગના સભ્ય વીકે પોલે ચૂંટણી પંચને કહ્યું છે કે દેશમાં કોવિડ ના વધતા જતા કેસને કારણે, ચૂંટણી જાહેર સભા, રેલી અને રોડ શો યોજવા સુરક્ષિત નથી.

ચૂંટણી રેલી અને રોડ શો કરવા માટે પરિસ્થિતિ યોગ્ય નથી', નીતિ આયોગના વીકે પોલે ECને કહી મોટી વાત
VK Paul, Member, NITI Aayog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:49 PM

નીતિ આયોગના (NITI Aayog) સભ્ય અને ભારતના કોવિડ ટાસ્ક ફોર્સના (Covid Task Force) વડા વીકે પોલે (VK Paul) ચૂંટણી પંચને જણાવ્યું છે કે દેશમાં વર્તમાન કોવિડની (Covid 19) સ્થિતિને કારણે મોટી રેલીઓ (Rally) અને રોડ શો (Road show) યોજવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે આવા આયોજનો ના થવા જોઈએ. જો કે, ચૂંટણી પંચનું (Election Commission) માનવું છે કે રાજકીય પક્ષોએ (Political parties) આટલી મોટી રેલીઓ અને રોડ શો તેમની જાતે જ બંધ કરવા જોઈએ.

રસીકરણ પર ભાર ચૂંટણી પંચે સરકારને પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે સારી તૈયારી કરવા અને રસીકરણની કામગીરીને વધુને વધુ માત્રામાં કરવા જણાવ્યું હતું. પરંતુ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટે આ સમયે ચૂંટણી યોજવા અંગે ચિંતા વધારી છે. ચૂંટણી પંચે તાજેતરમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે મુલાકાત કરી હતી અને દેશમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

બંગાળની ચૂંટણી દરમિયાન પંચ દ્વારા આવા લેવાયા હતા પગલાં ચૂંટણી પંચે નોંધ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યાની ટકાવારી હજુ પણ ઓછી છે, જ્યારે ઉત્તરાખંડ અને ગોવામાં તે 100 ટકાની નજીક છે. ગયા વર્ષે એપ્રિલમાં, જ્યારે કોવિડ રોગચાળાની બીજી લહેર ભારતમાં તબાહી મચાવી રહી હતી, ત્યારે ચૂંટણી પંચે બંગાળમાં દરેક રાજકીય રેલી માટે 500 લોકોને જ હાજર રહેવાની મંજૂરી આપી હતી. બાદમાં, વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા પછી, તેણે તમામ વિજય સરઘસ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પછી, કોલકત્તા હાઇકોર્ટે કોવિડ -19 ની બીજી લહેર દરમિયાન ચૂંટણીઓનું સંચાલન કરવા બદલ ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે ચૂંટણી પંચે ચૂંટણી રેલીઓને સુપર-સ્પ્રેડર ઇવેન્ટ બનતી અટકાવવા માટે કંઈ કર્યું નથી.

આ પણ વાંચોઃ

Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, CM પણ આપશે હાજરી

આ પણ વાંચોઃ

ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">