AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, CM પણ આપશે હાજરી

સીએનસીઆઈના નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે. પીએમઓએ કહ્યું કે આ સંકુલ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ કામ કરશે.

Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, CM પણ આપશે હાજરી
PM Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 4:31 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે કોલકાતામાં (Kolkata) ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના (Chittaranjan National Cancer Institute / CNCI) બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે આ માહિતી આપી. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન 7 જાન્યુઆરીએ 1:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે.

સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) કહ્યું કે, તેઓ કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાનથી આ વર્ચ્યુઅલ મીટિંગમાં પણ ભાગ લેશે. 530 કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્ર સરકારે લગભગ 400 કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે બાકીની રકમ પશ્ચિમ બંગાળ સરકારે ખર્ચી છે. પીએમઓએ કહ્યું કે સંસ્થાના બીજા કેમ્પસનું નિર્માણ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે.

કેન્સરના દર્દીઓને રાહત મળશે

છેલ્લા કેટલાક સમયથી CNCI ના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. સીએનસીઆઈના નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે. પીએમઓએ કહ્યું કે આ સંકુલ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ કામ કરશે.

ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની કેન્સર મેડિકલ હોસ્પિટલ છે. તે ભારતના 25 પ્રાદેશિક કેન્સર કેન્દ્રોમાંનું એક છે. આ સંસ્થા કોલકાતામાં જતીનદાસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે છે. તેની સ્થાપના 2 જાન્યુઆરી 1950 ના રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની ચિત્તરંજન દાસની યાદમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ “ચિતરંજન કેન્સર હોસ્પિટલ” રાખવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્યએ પીએમની પહેલને આવકારી

પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલને આવકારતા, બીજેપી (BJP) ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું, ચિત્તરંજન કેન્સર હોસ્પિટલના બીજા કેમ્પસ માટે આભાર સર. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતી આ હોસ્પિટલમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. તેમાં દવા, ગેસ્ટ હાઉસ, ડોક્ટર્સ ક્વાર્ટર્સ અને 750 બેડ હશે. તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતમાં કેન્સરનું આ એક મહત્વનું મેડિકલ સેન્ટર છે. તેના પૂર્વ ભારતના દર્દીઓને મોટી રાહત મળે છે અને અહીં તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચો : PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી

આ પણ વાંચો : આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">