શું તમે જાણો છો ? મતદાન મથકના એક બુથ ઉપર ટાંકણીથી લઈને પોસ્ટર સુધીની 170 વસ્તુઓ હોય છે

મતદાનના દિવસે, એક મતદાન કેન્દ્ર ઉપર ટાંકણીથી લઈને દિવાલ પર લગાવવાના પોસ્ટર્સ સુધીની નાની મોટી 170 જેટલી ચીજવસ્તુઓની જરૂર પડતી હોય છે. આ 170 વસ્તુમાં સ્ટેશનરીની જ આશરે 31 જેટલી વસ્તુઓ હોય છે જેમા, કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.

શું તમે જાણો છો ? મતદાન મથકના એક બુથ ઉપર ટાંકણીથી લઈને પોસ્ટર સુધીની 170 વસ્તુઓ હોય છે
Image Credit source: Gujarat Information Department
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 2:46 PM

ગુજરાતની 25 સહીત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો માટે આવતીકાલ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતીકાલ 7મી મેના રોજ સવારે 7 કલાકે દરેક મતદાન મથકે મતદાનનો પ્રારંભ થશે. ગુજરાતની 25 બેઠકોની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા, લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

આવતીકાલ 7મીમેના રોજ ગરમીનો પ્રકોપ રહેવાનો હોવાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ત્યારે, મતદાન કરવા મતદાન મથકે આવનાર મતદારો એવા નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓને હિટ વેવની અસર ના થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જે-તે વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થતા મતદાન બુથની સંખ્યા મુજબ પ્રતિ બુથ એક વિશેષ કિટ તૈયાર કરવામાં આવે છે. આ કિટમાં ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર નાની મોટી આશરે 170 જેટલી વસ્તુઓ રાખવામાં આવે છે. બુથ માટે તૈયાર કરાયેલ વિશેષ કિટમાં નાનામાં નાની ટાંકણીથી લઈને દિવલ પર લગાવવાના પોસ્ટર સુધીની તમામ પ્રકારની નાની મોટી 170 સામગ્રીઓ હોય છે. આ સામગ્રીમાં પેન્સિલ, મીણબત્તી, સેફ્ટીપિન, લાખ, માચિસ બોક્સ, ગુંદર, બોલપેન વગેરેનો સમાવેશ થાય છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

જેમા સ્ટેશનરીની જ આશરે 31 જેટલી વસ્તુઓ હોય છે જેમા, કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવે છે.

જો અમદાવાદની વાત કરવામાં આવે તો, ગરમી અને ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક બુથ મુજબ 3 કિટ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જરૂરી વસ્તુઓ ઉપરાંત એક વેલ્ફેર કિટ, બીજી હાઇજીન કિટ અને ત્રીજી મેડિકલ કિટ તમામ બૂથમાં રાખવામાં આવશે.

આ ત્રણ પૈકી વેલ્ફેર કિટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ જેવું રાખવામાં આવશે. જ્યારે હાઈજીન કિટમાં સાબુ, મોસ્કિટો રેપિલન્ટ કિટ જેવી વસ્તુઓ રખાશે. અને મેડિકલ કીટમાં જરૂરી દવાઓ અને ORSના પેકેટ વગેરે મૂકવામાં આવશે.

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">