ડો. રેખા ચૌધરી ચૂંટણી પરિણામ 2024

ડો. રેખા ચૌધરી ચૂંટણી પરિણામ 2024
BANASKANTHA BJPBJP
Lost

ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમ વાર જ મેદાને ઉતાર્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. જેને લઈ યુવા વર્ગમાં અને શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ સર્જવાનો પ્રયાસ મનાય છે. અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. 

પરંતુ ભાજપે આ પરંપરા તોડીને હવે મહિલાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવાર ડો રેખાબેન હિતેષભાઇ ચૌધરી ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર છે. પાલનપુર શહેરમાં જ રહેતા અને છેલ્લા 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપતા ડો. રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકરના પત્નિ છે. ભાજપે કાર્યકર પરિવાર, ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક માટે પસંદ કર્યો છે. ભાજપે વર્તમાન સમયમાં નેતાની પસંદગી માટેના તમામ અપેક્ષાઓને સંતોષના કારણોને ધ્યાને રાખીને આ પસંદગી કરી હોવાનું મનાય છે.

 ડો. રેખાબેન 44 વર્ષના છે, તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેઓ M.Sc., M. Phill નો અભ્યાસ કરેલ છે. હાલમાં તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. આમ યુવા વર્ગ સાથે તેઓ સીધુ જોડાણ ધરાવે છે. તેઓ યુવાઓની અપેક્ષાઓને પણ બરાબર જાણતા હોવાનું પણ માનીને ભાજપે તેમની પસંદગી માટેના કારણમાંથી એક માન્યુ હોવાનું અનુમાન થઈ રહ્યુ છે. 

બનાસકાંઠાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલબાભાઇના પુત્રની દીકરી હોવાને લઈ સામાજીક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ મનાય છે.

નામDr. Rekha Chaudhary ઉંમર44 વર્ષ લિંગ સ્ત્રી લોકસભા મતવિસ્તાર BANASKANTHA
ગુનાહિત ઈતિહાસ No કુલ સંપતિ ₹ 8.3Crore કુલ દેવું ₹ 62Lac શૈક્ષણિક લાયકાતDoctorate
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India ADRMy Neta

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">