દેવુસિંહ ચૌહાણ ચૂંટણી પરિણામ 2024

દેવુસિંહ ચૌહાણ ચૂંટણી પરિણામ 2024
KHEDA BJPBJP
Won 744435

1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં. દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા. દેવુસિંહ ચૌહાણે યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. કારણ કે તેમણે વર્ષો પહેલાં ખેડા તાલુકાના કલમબંધી ગામો જેમાં 11થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અહીંયા અમદાવાદની વટવા જીઆઈડીસી દ્વારા કેનાલમાં દૂષિત પાણી છોડાતાં ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્ન અંગે યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું. દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી. વર્ષ 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ, લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી.

નામChauhan Devusinh ઉંમર59 વર્ષ લિંગ પુરુષ લોકસભા મતવિસ્તાર KHEDA
ગુનાહિત ઈતિહાસ No કુલ સંપતિ ₹ 3.5Crore કુલ દેવું ₹ 50Lac શૈક્ષણિક લાયકાતGraduate
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India ADRMy Neta

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">